Gujarat
ચાઈનીઝ દોરી ના 22 ફીરકા સંતરામપુર પોલીસે ઝડપી પાડ્યા

રાહદારીઓ માટે ઘાતક બનેલી ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે સંતરામપુર પોલીસ ને મળેલ બાતમી આધારે બસસ્ટેન્ડ નજીક આવેલ પતંગ દોરી નું વેચાણ કરનાર વેપારીની દુકાન માં તપાસ કરતાં
દુકાન માં મુકેલ ચાઈનીઝ દોરી ના બાવીસ ફીરકા અંદાજીત કિંમત રુપિયા 6600 મો મુદ્દામાલ ઝડપી પાડી દુકાનદારે જાહેર નામા નો ભંગ કરતાં વેપારી વિકાસ મહેશ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)