Connect with us

Ahmedabad

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપલ પ્રમુખપદ શતાબ્દીની ઉજવણી કરાઈ, સંતો સહીત મ્યુનિ. કોર્પોરેશન ટીમ અને હરિભક્તોએ કર્યું હેરિટેજ વોક

Published

on

Sardar Vallabhbhai Patel municipal presidency centenary was celebrated, including saints. Corporation team and Haribhakta did Heritage Walk

અખંડ ભારતના શિલ્પી તથા આધુનિક અમદાવાદના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપલ પ્રમુખપદ શતાબ્દી મહોત્સવ ઉજવણીએ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સહ સંતો, મ્યુનિ. કોર્પોરેશન ટીમ અને હરિભક્તોએ હેરિટેજ વોક કર્યું…

મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરે મહાનુભાવો હેરિટેજ વોકમાં જોડાયા…

Advertisement

સરદાર વલ્લભભાઈ પટેલ આધુનિક ભારતના ઘડવૈયા એવા આ લોહપુરૂષે અનેક અવરોધો પાર કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. સરદાર પટેલનું જીવન પ્રામાણિક, સાહસિક અને પ્રેરણાદાયી રહ્યું છે. આજે હેરિટેજ – મેગા સીટી અમદાવાદની દેશ સહિત વિશ્વમાં જે ઓળખ છે જેમાં ગુજરાતના આ પનોતા પુત્રનો પણ સિંહ ફાળો છે. અમદાવાદ મ્યુનિસિપલ પ્રમુખ તરીકે સરદાર પટેલે લીધેલા નિર્ણયના મીઠાં ફળ આજે પણ અમદાવાદની જનતા ચાખી રહી છે. સરદાર પટેલે લીધેલા એક નિર્ણયથી ચાર દિવાલોમાં વસતા અમદાવાદના વિકાસનો નવો તબક્કો શરૂ થયો, તેમણે શહેરના વિકાસ માટે વિરોધ વચ્ચે કોટ તોડાવ્યો હતો.

Sardar Vallabhbhai Patel municipal presidency centenary was celebrated, including saints. Corporation team and Haribhakta did Heritage Walk

આધુનિક અમદાવાદ તથા ભારતના ઘડવૈયા અને દૂરંદેશી સરદાર વલ્લભ પટેલે જ ગુજરાતમાં પહેલી કો-ઓપેરટીવ હાઉસિંગ સોસાયટી ‘પ્રિતમનગર’ બનાવી હતી. અને એમના સમયમાં જ શહેરમાં નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો અમલમાં આવી હતી. સરદાર પટેલ વિશે ઈતિહાસકાર ડો. રિઝવાન કાદરી નોંધે છે કે, ‘એ તો નિર્વિવાદ વાત છે કે મ્યુનિસિપાલિટીમાં વલ્લભભાઇ પટેલના પ્રવેશ પછી તેમાં હિંમતનો પણ પ્રવેશ થયો છે અને લોકમાન્યનું બાવલું મૂકવાની તેમણે બતાવેલી હિંમત માટે હું મ્યુનિસિપાલિટીને ધન્યવાદ આપું છું.’

Advertisement

Sardar Vallabhbhai Patel municipal presidency centenary was celebrated, including saints. Corporation team and Haribhakta did Heritage Walk

ગાંધીજીનું આ વિધાન સરદાર વલ્લભભાઇ પટેલની અમદાવાદ મ્યુનિસિપાલિટીની સમગ્ર કારકિર્દીનું મૂલ્યાંકન છે. ઈ.સ. ૧૯૧૭માં દરિયાપુર વોર્ડની પેટાચૂંટણીમાં ૧ મતે રોમાંચક વિજય પ્રાપ્ત કરીને સક્રિય જાહેરજીવનમાં ઝંપલાવનાર સરદાર પટલે લગભગ ૩૮૦૦ દિવસ કાઉન્સેલર અને ૧૫૫૫ દિવસ મ્યુનિસિપલ પ્રમુખ રહ્યા હતા. ચાર વખત દરિયાપુર અને એક વખત ખાડિયા વોર્ડથી સરદાર ચૂંટણી લડ્યા હતા. ૧૫૫૫ દિવસ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે નિ:સ્વાર્થ સેવા કરનાર સરદારે પ્રમુખપદની ગરિમા અને ગૌરવ વધાર્યું હતું. પ્રમુખ તરીકે પોતાને મળેલ ‘કાસ્ટિંગ વોટ’ના અધિકારની રૂએ પોતાની તરફેણમાં નહીં, પણ વિરોધી ઉમેદવારની તરફેણમાં મતદાન કરીને ત્યાગનું દ્રષ્ટાંત સરદારે અમદાવાદમાં બતાવ્યું અને આઝાદી પછી વડાપ્રધાન પદ માટે સરદારે કરેલ ત્યાગ ભારતે નજરે જોયો. અમદાવાદ સાથેનો સરદારનો નાતો દર્શાવતા ગાંધીજીએ એક પ્રસંગે કહ્યું, ‘જ્યાં જ્યાં મારી નજર પડે છે ત્યાં ત્યાં અમદાવાદમાં હું સરદારની કૃતિ ભાખું છું.’

Sardar Vallabhbhai Patel municipal presidency centenary was celebrated, including saints. Corporation team and Haribhakta did Heritage Walk

સરદાર વલ્લભભાઈ પટેલ આવતાંની સાથે મ્યુનિસિપાલિટીમાં પોતાની ઠંડી તાકાત બતાવવી શરૂ કરી. જન સુખકારી માટે તેમણે અનેક યોજનાઓ ઘડવામાં સિંહફાળો આપ્યો.

Advertisement

ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી તથા આધુનિક અમદાવાદનાં ઘડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલ મ્યુનિસિપલ પ્રમુખપદ શતાબ્દી મહોત્સવ ઉજવણી અંતર્ગત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ સહિત સંતો અને હરિભક્તોએ હેરિટેજ બિલ્ડિંગ – સરદાર ભવનમાં પધરામણી તેમજ હેરિટેજ વોક કર્યું હતું. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કલ્યાણ માટે વિશ્વવ્યાપી સંસ્થાન છે.

Sardar Vallabhbhai Patel municipal presidency centenary was celebrated, including saints. Corporation team and Haribhakta did Heritage Walk

આ પ્રસંગે અધ્યક્ષ શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતિન પટેલ, મ્યુનિસિપલ શાસક પક્ષ શ્રી ગૌરાંગ પ્રજાપતિ, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી શ્રી દેવાંગ દાણી, ચેરમેન રિક્રીએશન એન્ડ હેરિટેજ કમિટી શ્રી રાજેશકુમાર જી દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Sardar Vallabhbhai Patel municipal presidency centenary was celebrated, including saints. Corporation team and Haribhakta did Heritage Walk

ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી તથા આધુનિક અમદાવાદનાં ઘડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલ મ્યુનિસિપલ પ્રમુખપદ શતાબ્દી મહોત્સવ ઉજવણી હેરિટેજ વોક દ્વારા લોકમાન્ય ટિળક બાગ – વિક્ટોરિયા બાગ ખાતે સભાના સ્વરૂપમાં પૂર્ણ થઈ હતી. ત્યાં મેયરશ્રી, ડે.મેયરશ્રી, ડો. રિઝવાન કાદરી વગેરેએ પ્રસંગોપાત ઉદ્બોધન કર્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૌએ ઉમળકા પૂર્વક ઉજવણી કરાઈ.

Advertisement
error: Content is protected !!