Gujarat
“સરકાર કી આમદ” અને “ગણેશ મહોત્સવ” હાલોલ શિવાય ગ્રુપ અને મુસ્લિમ સમિતિએ કોમી એકતા ફુલ ખીલવ્યા
(અવધ એક્સપ્રેસ દ્વારા)
“મઝહબ નહીં સીખાતા આપસમે બેર રખનાં” એક રબ ના બધા બંદા શું પંડિત શું મૌલાના રાજ્ય માં હાલ સુરત સહિત ઠેક ઠેકાણે ગણેશ ઉત્સવમાં થયેલ કાંકરીચાળો, વિખવાદ વચ્ચે હાલોલ કંજરી રોડ પર આવેલ સિવાય ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ પંડાલ માં શુક્રવાર ની રાત્રે કોમી એકતા ના દ્રશ્યો સર્જાતા સમગ્ર રાજ્ય માટે કોમી એકતા નું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું સિવાય ગ્રુપ ના હાર્દિક પટેલ ઉર્ફે કાલી, પવન ચૌહાણ,હર્ષ પંચાલ, ઉમંગ પટેલ કિશન પટેલ ડેવિસ પટેલ દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારાને અકબંધ રાખવા તેમજ સમાજ માં એક સારો સંદેશ પહોચડવાના ઉમદા હેતુ સાથે હાલોલ મુસ્લિમ કોમી એકતા સમિતિ ને ગણેશ પંડાલ આવવા માટે આમંત્રણ આપી કોમી એકતા નો સુવાસ નગર તેમજ રાજ્યમાં ફેલાય તેવા શુભ આશય સાથે મળેલા તેડા ને મુસ્લિમ કોમી એકતા સમિતિ ના સભ્યો આગેવાનોએ હર્ષ ની લાગણી સાથે સહર્ષ સ્વીકારી લઈ ગણેશ પંડાલની મુલાકાતલીધી હતી
મકસુદ મલીક, ઇમરાન (ક્યુકી )ઇમરાન સકરા,અમજદ પઠાણ.સમીર બજાર વાલાએ મુસ્લિમ ઘાંચી સમાજ ના પ્રમુખને શુક્રવાર રાત્રે ગણેશ મંડળ માં પધારવા ભાવભીનું આમત્રણ પાઠવ્યું હતું જેના ભાગ રૂપે કોમી એકતા સમિતિ ના સભ્યો મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ગણેશ પંડાલ માં પહોચ્યા હતા સમિતિ નું શિવાય ગ્રુપદ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સૌ મુસ્લિમ સભ્યો ને ગણેશજી ની પ્રતિમા પાસે સાલ ઓઢાડી સ્વાગત કરતા કોમી એકતા ના શાક્ષાત્કાર જોવા મળ્યો હતો સાથે સમિતિ ના દેરક સભ્યને પ્રસાદ રૂપી મીઠાઈ ના પકેટ વિતરણ કરાયા હતા સ્વાગત અને માન સન્માન થી ભાવ વિભોર થયેલા કોમી એકતા સમિતિ દ્વારા વિસર્જન ના દિવસે ગણેશ ભક્તો ને મદદરૂપ થવા બાપ્પાની વિસર્જન ટાણે તનમન ધન થી સેવા કરીશુ નું કેહતા શિવાય ગ્રુપના સભ્યોએ ગળે મળી આભાર વ્યક્ત કર્યો હતો હાલોલ શહેર પીઆઇ કેતન ચૌધરી હાલોલ રૂરલ પીઆઇ રવિ જાડેજા સહિત પોલીસ કર્મચારીઓ એ પણ આરતી નો લાભ લીધો હતો જ્યાં શિવાય ગ્રુપ દ્વારા સ્થાનિક પોલીસ પ્રસાસન નું સ્વાગત કરાયું હતું