Connect with us

Uncategorized

ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા ડુંગરવાંટ ગ્રામ પંચાયતના સરપંચ ડૉ.બીનાબેન રાઠવાનું સન્માન કરાયું

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

અવધ એક્સપ્રેસ, તા.૧૨

Advertisement

સરપંચ સંવાદ તેમજ કૉલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય તાલીમ અને નેટવર્કિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખા ભારત દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી કુલ ૪૦ મહિલા સરપંચને બોલાવવામાં આવ્યા હતા જેમાં કુશળ અને પ્રતિભાશાળી નેતૃત્વ ધરાવતા ત્રણ મહિલા સરપંચોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા . જેમાં ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયતના સરપંચને પણ ત્રીજા ક્રમ મેળવવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ભારત દેશના ગામોને ગુણવત્તાપૂર્ણ ગામોમાં પરિવર્તિત કરવા માટે ક્યુસીઆઈ દ્વારા દિલ્હી મુકામે સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જેતપુરપાવી તાલુકાનાં ડુંગરવાંટ જુથ ગ્રામ પંચાયતના સરપંચ ડૉ.બીનાબેન.એસ રાઠવાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાં અલગ અલગ વિસ્તારમાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફળ મહિલા સરપંચોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં દેશના ગુજરાત જેવા અન્ય જુદા જુદા રાજ્યોના વિશિષ્ઠ પ્રકારની સફળ કામગિરી કરનાર ૪૦ જેટલા સફળ મહિલા સરપંચોના અનુભવલક્ષી માર્ગદર્શન મેળવી અન્ય ગામોને પણ આજ દિશા તરફ વિકાસની હરોળમાં લઈ જવાના હેતુ માટે ક્યુસીઆઈ દ્વારા એક સમિટ યોજી હતી.

જેમાં ગુજરાત રાજ્યમાંથી કુશળ અને પ્રતિભાશાળી નેતૃત્વ ધરાવતા ત્રણ મહિલા સરપંચોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. જેમાં ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ડૉ. બિનાબેન એસ રાઠવાને ત્રીજા ક્રમ મેળવવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Advertisement

આ કાર્યક્રમમાં ક્યુસીઆઈ દ્વારા દરેક સરપંચોને સન્માન પત્ર તથા સર્ટિફિકેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. ગુજરાતના છેવાડાના આદિવાસી વિસ્તારના ગામમાં કરેલી સફળ કામગીરી બદલ જેતપુરપાવી તાલુકાના ડુંગરવાંટ જુથ ગ્રામ પંચાયતના સરપંચ ડૉ. બીનાબેન એસ રાઠવાને પણ સન્માનપત્ર સહિત સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સરપંચોની પોતાના ગામ માટેની કર્તવ્ય નિષ્ઠાથી પ્રભાવિત થઈ દેશના તમામ ગામોને ગુણવતાયુક્ત ગામોમાં પરિવર્તન કરવા માટે દરેક પ્રકારની મદદ કરવાની ખાત્રી આપવામાં આવી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!