Gujarat
ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ “યંગ યુવા સરપંચ” નો ખિતાબ જીત્યા

(કાજર બારીયા દ્વારા”અવધ એક્સપ્રેસ”)
આજરોજ પારુલ યુનિવર્સિટી ખાતે યંગ યુવા સરપંચ સમિટ ૨૦૨૪ નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાતના દરેક જિલ્લા માંથી સિલેક્ટેડ સરપંચોને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ સમિટમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી મોર્ડન વિલેજ તેમજ ગામ વિકાસમાં સરપંચ ની ભૂમિકા તથા ભૂગર્ભ જળ સંરક્ષણ તથા CRS થકી સર્વાંગી ગ્રામ વિકાસ તથા સ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ તેમજ ગ્રામ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ તથા ગ્રામ વિકાસમાં સહકારી ક્ષેત્રની ભૂમિકા સહકારી યોજના અમલીકરણ થકી સ્માર્ટ વિલેજ તરફની યાત્રા આવી વિવિધ જાણકારી આપવામાં આવી.
આ સમિટ સવારે 9:40 થી સાંજે 5:30 સુધી ચલાવવામાં આવ્યું અને તેમાં વિવિધ પ્રકારના એવોર્ડ થી સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા તેમાં છોટાઉદેપુર જિલ્લા યંગ યુવા મહિલા સરપંચ તરીકે ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ડો.બીનાબેન એસ રાઠવા ને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું આ યંગ યુવા સરપંચ સમિટ ભારતીય જનતા યુવા મોરચો વડોદરા જિલ્લો તથા પારુલ યુનિવર્સિટી દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું