Surat

સાધુના વેશ માં શેતાન મર્ડરના ગુનામાં વોન્ટેડ મથુરાથી ઝડપાયો

Published

on

સુનિલ ગાંજાવાલા

સુરતના ઉધના પોલીસ મથકના હત્યાના ગુનામાં છેલ્લા 23 વર્ષથી ફરાર તથા શહેર પોલીસ દ્વારા ઈનામ જાહેર કરાયેલા આરોપીને સુરત શહેર પીસીબી પોલીસે મથુરાથી ઝડપી પાડ્યો છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સુરત શહેર પોલીસે શહેરના મોસ્ટ ૧૫ વોન્ટેડ આરોપીઓનું લીસ્ટ તૈયાર કરી તેના પર રોકડ રૂપિયાના ઇનામ જાહેર કર્યા હતા.જેમાં પીસીબી પોલીસ સ્ટાફ સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોના ગુનામાં ઘણા દસકાથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આરોપીઓની માહિતી એકઠી કરી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી રહેલ હતી. તે દરમિયાન પીસીબીના એએસઆઇ જનાદન હરીચરણ તથા અ.હે.કો. અશોકભાઈ લુણીને આ મોસ્ટ 15 વોન્ટેડ આરોપીઓ પૈકી ઉધનાના મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપીઓની બાતમી મળી હતી.

Advertisement

જે બાતમીના આધારે સુરત શહેર પીસીબીના પીઆઈઆર.એસ. સુવેરા એ એક ટીમ બનાવી ઉત્તરપ્રદેશ મથુરા ખાતે જઈ આરોપી પદમ ઉર્ફે રાકેશ ઉર્ફે પદમચરણ ગૌરવહરી ઉર્ફે ગૌરાંગદાસ પાંડા (રહે. હાલ કુંજકુટી આશ્રમ નંદગામ મથુરા ઉત્તરપ્રદેશ મૂળ.બ્રહ્મપુર પોસ્ટ.શ્રીરામનગર જિલ્લો ગંજામ ઓડિશા) ને ઉત્તરપ્રદેશ મથુરામાં કુંજકુટી નામના આશ્રમમાંથી ઝડપી પાડ્યો હતો. સુરત શહેર પીસીબી પોલીસે આરોપી પદમ ઉર્ફે રાકેશ નો કબજો ઉધના પોલીસને સોપી વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.સન 2001માં ઉધના શાંતિનગર વિસ્તારમાં રૂમ ભાડે રાખી રહેતો હતો. ત્યારે તેની પડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને તે મહિલાના ઘરે વિજય શાંતિદાસ અવર-જવર કરતો હોવાની જાણ પદમ ઉર્ફે રાકેશને થતા તેણે વિજય સાથે મારામારી કરી મહિલાના ઘરે નહીં જવા કહ્યું હતું. ત્યારબાદ પણ વિજય મહિલાના ઘરે જતો હોય. જેની તેની અદાવતમાં પદમ ઉર્ફે રાકેશ અને તેના બે મિત્ર સાથે મળી વિજયનું અપરણ કરી ઉધના શાંતિનગરની ખાડી કિનારે ગળે દુપટ્ટો આપી ખૂન કરી લાશને ખાડીમાં ફેંકી દઈ પદમ ઉર્ફે રાકેશ પોલીસ પકડથી બચવા વતનમાં નાસી ગયો હતો. વતનમાં પણ પોલીસ તપાસમાં આવતા તે મથુરા જઈ કુંજકુટી આશ્રમમાં સાધુ બની રહેતો હોવાની કબુલાત કરી હતી.

Advertisement

Trending

Exit mobile version