Panchmahal
ભારત ભૂષણ સેવા રત્ન એવોર્ડ થી સતિશકુમાર પ્રજાપતિ સન્માનિત.

અખંડ ભારત રાષ્ટ્રીય સેવા દળ દ્રારા માલવિયા સ્મૃતિ હોલ નવી દિલ્હી ખાતે ભારત ભૂષણ સેવા રત્ન એવોર્ડ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકામાં પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે છેલ્લા દશ વર્ષથી ફરજ બજાવે છે કોરોના કાળ દરમિયાન તેમને કરેલ સેવા કાર્યો ને ધ્યાને લઇ તેમની સદર પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી.આજરોજ અખંડ રાષ્ટ્રીય સેવા દળ દ્રારા નવી દિલ્હી ખાતે શિવરામ દાસ બાપુ ના વરદ હસ્તે ભારત ભૂષણ સેવા રત્ન પુરસ્કાર દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ માં સદગુરુ કબીર આશ્રમ નગર રાજસ્થાન ના મહંત ડૉ નાનકદાસજી 108 મહામંડલેશ્વર રીતુમાં જયપુર થી ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બિપીનચંદ્ર પટેલ, કરણી સેનાના અધ્યક્ષ, રાજ શેખાવત કરણી સેના અધ્યક્ષ ગુજરાત, અખંડ રાષ્ટ્ર સેવા દળના અધ્યક્ષ પ્રવીણસિંહજી સિંધા ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.પુરા ભારત માંથી તેત્રીસ સેવા ધારી ને સન્માનિત કરવામાં આવ્યા જેમાં મારી પણ પસંદગી થતાં હું આનંદ અનુભવું છું. આ સન્માન મારાં નાના ભૂલકાઓ અર્પણ.