Gujarat
શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર દ્રારા સતિષભાઈ પ્રજાપતિ નુ સન્માન.

વાત્સલ્ય ફાઉન્ડેશન મહેસાણા દ્રારા ગુજરાત માં શિક્ષણ ક્ષેત્રે બાળકો માટે શ્રેષ્ઠ કાર્ય કરતાં શિક્ષક મિત્રોને ગુરુવંદના કાર્યક્રમ દ્રારા સન્માનપત્ર આપી બિરદાવવામાં આવે છે. આ વર્ષે ગુજરાત રાજ્ય કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર ના વરદ હસ્તે ગુજરાત રાજ્યના ઉત્તમ 140 શિક્ષકોને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું જેમાં પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં છેલ્લા 11 વર્ષથી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા સતિષભાઈ પ્રજાપતિ નુ સન્માન કરવામાં આવ્યું હતું.
સતિષભાઈ શિક્ષણ ના પવિત્ર કાર્ય સાથે જોડાઈ વિદ્યાર્થી માટે સતત અને અથાગ પ્રયત્નો કરતાં રહે છે તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે નિત નવા પ્રયોગો કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કાર્ય કરી રહ્યા છે તેમના આ કાર્યો માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં મહેસાણા ના સંસદ સભ્ય, ડી. ડી. ઓ., જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ બન્ને સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભામાં વધારો કર્યો હતો.