Gujarat
બચાવો..બચાવો…બચાવો.. પ્રવાસી પાણીમાં તણાયા પ્રવાસ બન્યો જીવલેણ
(અવધ એક્સપ્રેસ દ્વારા)
ચોમાસામાં ફરવા જવાનું વિચારો છો તો સાવધાન લોનાવાલામાં ફરવા ગયેલા મહિલા અને બાળકો સહિત નવ લોકો પાણીમાં તણાયા હોવાનો વિડીયો વાયરલ થયો ચોમાસામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલે છે પ્રવાસીઓ રમણીય વાતાવરણ નિહાળવા માટે પોતાના પરિવાર સાથે અજાણ્યા સ્થળ ઉપર જાય છે પરંતુ ક્યારેક આ મજા જીવ લેણ સાબિત થાય છે મહારાષ્ટ્રના લોનાવાલા ના પ્રવાસે ગયેલો પરિવાર એક પછી એક પાણીમાં તણાયુ હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં મહિલાઓ બાળકો અને પુરુષ એકબીજાને વળગીને ઊભા રહી બચવાનો પ્રયત્ન કરે છે પરંતુ એક પછી એક બધા જ પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે.
લોનાવાલા પ્રવાસીઓ માટે ફરવાનું ઉત્તમ સ્થળ છે અહીં ઝરણા પહાડી અને અસંખ્ય ધોધ જોવા મળે છે કુદરતી સૌંદર્ય માણવા આવેલા પ્રવાસીઓ ભાન ભૂલી જતા આવા અકસ્માતો સર્જાય છે ગતરોજ કેટલાક પ્રવાસી લોનાવાના એક ઝરણામાં ન્હાવાની મજા લઇ રહ્યા હતા. વરસાદ પણ ચાલુ હોય અચાનક પાણીનો પ્રવાહ વધી જતા આ પરિવાર પાણીમાં ફસાઈ ગયું હતું નાનુ બાળક મહિલાઓ અને બે પુરુષ મળી કુલ નવ લોકો વીડિયોમાં જોઈ શકાય છે.
આ પરિવાર બચવા માટે એકબીજાને પકડી ઊભા રહ્યા હતા પરંતુ એક મહિલાનો હાથ છૂટ્યો અને એક પછી એક તમામ લોકો પાણીમાં તણાઈ ગયા તેમની સાથે આવેલા અન્ય પ્રવાસીઓ તેમને બચાવવા માટે પ્રયત્ન કર્યા પરંતુ બચાવ કામગીરી શું કરવી તે શુઝ્યું નહીં કેટલાક લોકો બચાવવાને બદલે વિડીયો ઉતારવામાં વ્યસ્ત રહ્યા. પાણીમાં ફસાયેલો પરિવાર બચાવો બચાવો ની બૂમો પાડતો રહ્યો અને એક પછી એક પરિવારના સભ્યો પાણીમાં તણાઈ ગયા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે ચોમાસામાં ફરવા જતા પહેલા સો વાર વિચારજો અજાણ્યા સ્થળે જાવ ત્યારે સ્થાનિક લોકો પાસે તેની ભૌગોલિક પરિસ્થિતિ વિશે જાણી પછી જ આગળ વધો નહીં તો ફરવાની મજા માતમ માં ફેરવાઈ જશે(નોંધ આ વિડિઓ લોનાવાલાનો હોવાની શુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે )