Gujarat

ગાંધીજી સહિત આઝાદીના લડવૈયાઓની છબીઓ શાળાઓમાં મૂકવા સાવલી કોંગ્રેસ ની રજૂઆત

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

સાવલી પંથકની પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ,આંબેડકર ના ફોટાઓ રાખવાની જોગવાઈ હોવા છતા સાવલી તાલુકાની મોટાભાગની પ્રાથમિકશાળા ઓમાં ગાંધીજી કે સરદાર પટેલની છબીઓ દેખાતી નથી આઝાદીના લડવૈયા ઓના ફોટા માળીયા ઉપર ચઢાવી દીધા કે પછી ખોવાઈ ગયા તે એક તપાસનો વિષય,  સાવલી કોંગ્રેસ સમિતિના સભ્યોએ સાવલી તાલુકાની શાળાઓની મુલાકાત કરી જેમાં તપાસ કરતાં શાળા ના કોઈ ક્લાસરૂમ કે ઓફિસ માં મહાનુભાવોના ફોટા ના દેખાતા રાજ્ય પ્રાથમિક શિક્ષણમંત્રી ને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યુ,

Advertisement

દેશ ની આઝાદીમાં મહત્વનો ભાગ ભજવનાર અને અહિંસક આંદોલન ના પ્રણેતા, રાષ્ટ્રપિતા નું બિરુદ મેળવનાર મહાત્મા ગાંધીજી ની જન્મજયંતિ ઉજવાઈ હતી ત્યારે આજે સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ સાદીકઅલી સૈયદે પોતાના ગામ કમલપુરા ધનતેજ સહિત ની પ્રાથમિક શાળાઓની ઓફીસ સહિત કલાસરૂમ ની તપાસ કરતાં  કોઈપણ સ્કૂલમાં ગાંધીજી નો ફોટો ન હોવાનું જોઈ સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ ના કાર્યકરો દ્વ્રારા રાજ્યના પ્રાથમિક શિક્ષણમંત્રી ને ઉદ્દેશી લખાયેલ આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરાયું હતું  વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા અને જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારેસાબ રાઠોડે  શિક્ષણ વિભાગ દ્વ્રારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ની ઘટ અને દેશ ની આઝાદી ની લડત માં સિંહફાળો આપનાર  મહાત્મા ગાંધીજી, લોહપુરુષ સરદારવલ્લભભાઈ પટેલ અને દેશ ના બંધારણ ના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર ના ચિત્રો શાળાઓ માં લગાવવા રજુઆત કરી હતી અને આગામી સમયમાં રજુઆત ની અસર ન થાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી

Advertisement

Trending

Exit mobile version