Gujarat

સાવલી, ડેસર ટીંબા રોડ 389 કરોડના ખર્ચે ચાર માર્ગીય થશે, ઔદ્યોગિક એકમો ના વિકાસને વેગ મળશે

Published

on

(અવધ એક્સપ્રેસ સાવલી તા.૨૭)

સાવલી ડેસર ટીંબા રોડ સરકાર દ્વારા ચાર માર્ગીય બનાવવા માટે તંત્ર દ્વારા 389 કરોડ થતાં સાવલી અને ડેસર બંને તાલુકાના વિકાસને વેગ મળશે અને ટ્રાફિક સહિતની સમસ્યાઓથી નિરાકરણ હલ થશે

Advertisement

સાવલી ડેસર તાલુકામાં સમગ્ર રાજ્યમાં સુપ્રસિદ્ધ એવો કવોરી ઉદ્યોગ કાર્યરત છે ડેસર અને સેવાલિયા પંથકમાં રેતી કપચી મેટલ કવોરી ડસ્ટ સહિતના ખનીજો વિપુલ પ્રમાણમાં નીકળે છે અને સેકડો કવોરી કાર્યરત છે જેના કારણે  હજારો ભારદારી વાહનો  અવર-જવર કરે છે તેના લીધે આ રોડ તૂટી જવાના તેમજ અકસ્માત થવાના બનાવો વારંવાર બને છે અને સેકડો યુવકો અને રાહદારીઓ ડમ્પરોની અડફેટે મૃત્યુ નિપજ્યા  છે  આ સમસ્યા ના કારણે અને  ગંભીરતા ને  લઈને ધારાસભ્ય કેતન ઇનામદારે સરકારમાં અસરકારક રજૂઆત કરીને ચાર માર્ગીય રોડ બનાવવા માટેની રજૂઆત કરી હતી જેને રાજ્ય સરકારે પણ ગંભીરતા થી લીધી  છે  અને સરકાર દ્વારા આ રોડને ચાર માર્ગીય બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને ૩૮૯ કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે જેમાં હાલ જે રોડ છે તેની પહોળાઈ સાત મીટરની છે તેના બદલે સાડા સાત મીટરની થનાર છે હાલ આ રોડ પર એક મીટર નું  ડિવાઇડર છે તેના બદલે ડિવાઈડર પણ સાડા ચાર મીટર નું બનનાર છે તેના કારણે અકસ્માત ની શક્યતા નહિવત થઈ જનાર છે

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ રોડ માટેની રકમ ની ફાળવણી સરકાર દ્વારા કરી દેવામાં આવી છે હવે વિભાગ દ્વારા તાંત્રિક મંજૂરી માટે દરખાસ્ત મોકલવામાં આવશે ત્યારબાદ ટેન્ડરની પ્રક્રિયા શરૂ થઈ જશે અને ટૂંક સમયમાં  જ આ રોડની કામગીરી શરૂ થઈ જશે આ ચાર માર્ગીય રોડના કારણે ભારદારી વાહનોના સમયનો પણ બચાવ થશે સાથે સાથે હેવી ટ્રાફિકના કારણે રોડ તૂટી જવાના બનાવો બને છે અને તેના કારણે અન્ય રસ્તેથી પસાર થતાં ડમ્પર ચાલકો માટે આ નવો રોડ આશીર્વાદ સમાન છે વધુમાં પંચમહાલ જીલ્લો અને વડોદરા જિલ્લાને જોડતો આ રોડ છે આ નવા બનનાર રોડના કારણે ટ્રાફિક તેમજ અકસ્માતની સમસ્યાથી મોટાભાગે છુટકારો મળશે તેમ જ સાવલી અને ડેસર તાલુકા અને જોડતો એકમાત્ર રોડ છે અને આ રોડ પર 13 જેટલા ગામો આવેલા છે અને તેના કારણે અકસ્માતના બનાવો બને છે તેનું પણ નિવારણ થઈ જશે આમ સાવલી ડેસર ટીંબા રોડ ચાર માર્ગીય બનાવવા માટે જમીન પણ સંપાદિત કરવી પડે તેમ હોય સરકાર દ્વારા તમામ પ્રકારની શક્યતાઓને ધ્યાને લઈને આટલી મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે આમ આ રોડ બનવાથી સાવલી અને ડેસર તાલુકાના વિકાસને તેમજ સાથે સાથે કવોરી ઉદ્યોગ અને ઔદ્યોગિક એકમો ના વિકાસ ને હરણફાળ વેગ મળશે  તે ચોક્કસ  છે અને તે બાબતે તાલુકાજનોમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ છે અને ઉબડ ખાબડ રોડ તેમજ ટ્રાફિક જામ વારંવાર અકસ્માત જેવી ઘટનાઓથી છુટકારો મળનાર છે જે બાબતે તાલુકા જનોને ભારે પ્રફુલિત કરી દીધા છે

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version