Uncategorized
સાવલી પોકસો કોર્ટે સગીરાસાથે દુષ્કર્મ આચારનાર કુટુંબીકાકાને આજીવન કેદ અને દંડ ફટકારી દાખલરૂપ ચુકાદો આપ્યો

(સાવલી)
ડેસર પોલીસ મથક ની હદમાં 2023 ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના પ્રકરણમાં સાવલી પોકસો કોર્ટ દ્વારા આરોપીને તકસીર વાર ઠેરવીને આજીવન કેદની સજા અને એક લાખ દસ હજારનો દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી છે
ડેસર પોલીસ મથકની હદમાં 2023 ની સાલમાં સગીરાની માતાએ પોતાની પુત્રીને કુટુંબીકાકાએ તેની ઉપર ખરાબ દાનત કરીને દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને નજીકના ખેતરમાં બોલાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું તેની ફરિયાદ ડેસર પોલીસ મથકે નોંધાઈ હતી ડેસર પોલીસે આરોપી વિપુલભાઈ રાવજીભાઈ ચૌહાણ રહે લટિયાપુરા તા ડેસર ની ધરપકડ કરીને પોક્સો સહિત બળાત્કાર અને વિવિધ કલમો મુજબ ગુનો નથી તપાસ હાથ ધરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો જેનો કેસ સાવલી ની સ્પેશિયલ પૉકસો કોર્ટના જજ જે.એ ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી.જી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને તક્સીર વાર ઠેરવ્યો હતો આરોપીને આજીવન કેદની કુદરતી નિત્યક્રમ મુજબ જીવે ત્યાં સુધી ની સખત કેદની સજા અને એક લાખ રૂપિયા નો દંડ ફટકાર્યો હતો જ્યારે અન્ય કલમોમાં ત્રણ ત્રણ વર્ષની સજા અને પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે તેમજ આરોપી જે દંડની રકમ અદાલતમાં જમા કરાવે તે રકમ વળતર તરીકે પીડિતા ને ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી ને કોમપન સેશન સ્કીમ હેઠળ સાત લાખ રૂપિયાનું વળતર પીડિતાના પરિવાર ને ચૂકવવા ભલામણ કરી છે
તસવીરમાં સાવલી ની પોકસો કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલ આરોપી નજરે પડે છે