Gujarat

દુષ્કર્મ ના આરોપી ને આજીવન કેદ ની સજા ફરમાવતી સાવલી પોકસો કોર્ટ: સમાજમાં દાખલા રૂપ ચુકાદો

Published

on

(સાવલી)

સાવલી પોલીસ મથકમાં ૨૦૨૩ ની સાલમાં ૧૫ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઇ હતી આ બનાવમાં સાવલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને આરોપી તરીકે સુનીલ ઘનશ્યામ સોલંકી રહે માતાભાગોળ સાવલી સામે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

Advertisement

જે બાબતે પોલીસે વિવિધ રીતે તપાસ કરીને આરોપી વિરુદ્ધ સાવલી ની પોકસો કોર્ટ તારણો અને મજબૂત પુરાવા ઓ રજૂ કર્યા હતા જેનો કેસ સાવલીની પોકસો કોર્ટ ના જજ જે એ ઠક્કર ની કોર્ટમાં ચાલતો હતો જેમાં આજરોજ સરકારી વકીલ સી જી પટેલ ની ધારદાર દલીલો ને ગ્રાહ્ય રાખીને આરોપીને આજીવન કેદ ની સજા ફરમાવી હતી સાથે સાથે કોર્ટે વિશેષ નોંધ્યું હતું કે આરોપી  સુનીલ સોલંકી અગાઉ પણ પોકસો ના ગુનામાં પાંચ વર્ષ ની સજા ભોગવી રહ્યો હતો  અને જામીન પર છૂટીને દુષ્કર્મ નો બીજો ગુનો આચરતા કોર્ટે કડક સજા ફટકારી હતી અને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પડે તે માટે સખત માં સખત સજા આપી હતી

સાથે સાથે આરોપીને એક લાખ નો દંડ પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો સાથેસાથે જિલ્લા લીગલ ઓથોરીટી ને વિકટીમ કોમ્પનશેસન સ્કીમ હેઠળ ચાર લાખ ની સહાય પીડિતા ના પરિવાર ને ચૂકવવા ભલામણ કરી હતી અને આરોપી જે દંડ ભરે તે પીડિતા ના પરિવાર ને ચૂકવવા  હુકમ કર્યો હતો

Advertisement

તસવીરમાં સાવલી પોકસો દ્વારા આજીવન કેદની સજા પામેલ ની આરોપીની  તસ્વીરો નજરે પડે છે

Advertisement

Trending

Exit mobile version