Vadodara
સાવલી પોલીસ એ પ્રતિબંધિત ગાંજો ઝડપીપાડ્યો

સાવલી પોલીસ એ પેટ્રોલીંગ દરમિયાન સાવલી મેવલી રોડ પર ના મુવાલ ગામ પાસે થી પસાર થતાં શંકાસ્પદ બાઈક ચાલકો ને રોકી તપાસ કરતાં શંકાસ્પદ પ્રતિબંધિત ગાંજા નો જથ્થો મળી આવ્યો હતો મુદ્દામાલ સહિત આરોપીઓ ને સાવલી પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરાઈ
વડોદરાજિલ્લા ના સાવલી મેવલી રોડ પર ના મુવાલ ગામ પાસે પેટ્રોલીંગ દરમિયાન સાવલી તરફ પસાર થતી બાઇક ને રોકાવી બાઇક ચાલક અને પાછળ બેઠેલા ઈસમ ની તપાસ કરતાં પ્રતિબંધિત શંકાસ્પદ ગાંજો મળી આવ્યો દાહોદજીલ્લા દેવગઢબારીયા ગામ ગુણા ના અર્જુન નરવત બારીયા,અને સાલીયા ગામ ના પ્રવીણ,મણિલાલ બારીયા એક ડિલકસ મોટર સાયકલ મોબાઈલ સહિત ના મુદ્દામાલ સાથે આરોપીઓ ને સાવલી પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરાઈહતી ચાર કિલો સાતસો પાંચ ગ્રામ ગાંજો કિંમત રૂપિયા47050, એક મોબાઈલ ફોન કિંમત ત્રણ હજાર રૂપિયા, 25000 રૂપિયા ની બાઇક મળી કુલ 75050 રૂપિયા નો મુદ્દામાલ સાથે બે આરોપીઓ ની ધરપકડ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરાઈ હતી.