Vadodara
સાવલી સ્પેશિયલ કોર્ટ નો પોકશો એક્ટ ના ગુના માં આપ્યો ચુકાદો

સાવલી સ્પેશિયલ અધિકસેશન્સ કોર્ટ એ 2018 માં વાઘોડિયા પોલીસ મથકે નોંધાયેલ દુષ્કર્મ ની ફરિયાદ ના ગુના માં આપ્યો સમાજ માં દાખલા રૂપ ચુકાદો.
વાઘોડીયા તાલુકાના અમરેશ્વર ગામ ની નવીનગરી વિસ્તારમાં 2018 ની સાલ માં સગીરાને પટાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને ભગાડી જઈ દુષ્કર્મ આચાર્યની નોધાઈ હતી ફરિયાદ. જે કેસ સાવલી સ્પેશિયલ અધિક સેશન કોર્ટ માં ચાલી જતાં નામદાર કોર્ટ ના સ્પેશિયલ જજ જે,એ, ઠક્કર સાહેબ એ સરકારી વકીલ સી,જી,પટેલ ની ધારદાર દલીલો સાંભળી આરોપી વિજય ઉર્ફે પૂનમ મનુભાઈ નાયક ને દસ વર્ષ ની સખ્ત કેદનીસજા ફટકારી.
તથા વિવિધ કલમો હેઠળ દંડ ફટકારાયો તેમજ ભોગ બનનાર સગીરાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ને ₹4,00,000 વિકટીમ કોમ્પોઝિશન ચૂકવવા ભલામણ કરેલ છે. અને આરોપી ને વિવિધ કલમો હેઠળ ફટકરાયેલ દંડ ની રકમ પણ ભોગબનનાર ને અધિક વળતર રૂપે ચૂકવવા હુકમ કરેલ છે