Gujarat
સાવલીનુ ઐતિહાસિક કમળિયુ તળાવ કમળ ના રાજ માં ગોબરીયુ બન્યુ: ગંદકી ના ઢગ અને જંગલી વેલ થી ખદબદી ઉઠ્યું
( અવધ એક્સપ્રેસ સાવલી)
સાવલી નગરમાં આવેલ ઐતિહાસિક કમળિયું તળાવ ની દુર્દશા અને ગંદકી ઢગ તેમજ જંગલી વેલ નું થી ભરાઈ જતા વિકાસના નામે મીંડું અને પાલિકાની કાર્યશૈલી તેમજ વહીવટ મુદ્દે નગરજનો માં ભારે નારાજગી ફેલાઇ છે
સાવલી નગરમાં જ્યારથી ભાજપ નું બોર્ડ વહીવટ માં બેઠું છે ત્યારથી વિવાદો નું ભારે વળગણ રહેલું છે જેમાં નગરના પ્રાણ પ્રશ્નો જેવા કે પૂરતા પ્રેસર થી પાણી નગરના દબાણો નગરના આંતરિક રોડ રસ્તા ઓ ભૂગર્ભ ગટર લાઈન નગરમાં સફાઈ નો અભાવ સહિતના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા છે અને આ મુદ્દા બાબતે સીએમ કક્ષા સુધી રજૂઆતો થયેલ છે તેવામાં સાવલી નગરમાં આવેલું કમળીયુ તળાવ એક સમયે નગરની શાન સમાન હતું અને સાંજના સમયે નગરજનો તળાવ કિનારે સહેલગાહે આવતા હતા છેલ્લા 15 વર્ષથી ભાજપ શાસિત પાલિકા ના અણધડ વહીવટ ના અને યોગ્ય કામગીરી ના અભાવ થી ગંદકીથી ખદબદી ઉઠ્યું છે અને એક સમયે નગરની શાન ગણાતું તળાવ મચ્છર કુતરાઓ ભૂંડ ગાય અને કચરો નાખવાનું માધ્યમ બની ગયું છે તેના કારણે તળાવનું પાણી લીલું કચ અને ગંદુ તેમજ મચ્છરો નું ઘર બની ગયું છે અને ભારે દુર્ગંધ મળતું પાણી તેમજ મચ્છરોના કારણે આગામી સમયમાં નગરમાં આ તળાવ ની ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં !!
સાવલી તાલુકામાં થોડાક દિવસ પહેલા તાલુકાના પોઇચા કનોડા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 412 કરોડના ખર્ચે વિશાળ વિયરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પણ સાવલી નગરના વચ્ચોવચ આવેલું તળાવ ઉપર એક નજર નાખી હોત તો સાવલી નો વિકાસ કેટલો સારો છે તે જોવા મળત.તળાવની કોઈપણ જાતની કાળજી લેવામાં આવતી નથી અને કરોડોના ખર્ચે વિશાળ વિયર બનાવી વિકાસની વાતો કરવામાં આવી રહ્યું છે ત્યારે સાવલી નગર ની અંદર આવેલ કમળીયુ તળાવનું કોઈપણ જાતનું બ્યુટીફિકેશન કે કોઈપણ જાતની સાફ-સફાઈ રાખવામાં આવતી નથી અને તળાવમાં ગંદકી જ ગંદકી અને જંગલી વનસ્પતિઓથી તથા ગંદકીઓની અને કચરાના ઢગલાઓથી ખદબદી ઉઠ્યું છે. સાવલી તાલુકામાં નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સાંસદ અને રાજ્ય અને દેશમાં ભાજપની સરકાર છે તો ભાજપના શાસનમાં સાવલીને અન્યાય કેમ ?? તેવા વેધક સવાલો તાલુકા જનો કરી રહ્યા છે અને નગરજનો પાલિકાના વહીવટ પ્રત્યે ભારે અણગમો અને નારાજગી દર્શાવી રહ્યા છે
ગણપતિ વિસર્જન દશામાની મૂર્તિ વિસર્જન કે મોહરમ પર્વ નિમિત્તે નગરજનોની ધાર્મિક આસ્થાને ગંદા પાણીના કારણે ભારે ઠેસ પહોંચી રહી છે અને ધાર્મિક લાગણી દુભાઈ રહી છે ત્યારે પાલિકા ધિશો દામાજીના ડેરા પાસે આવેલ નાનકડા તળાવને સાફ કરીને કામગીરી કર્યાનો સંતોષ માની રહ્યા છે સાવલીમાં ઘણા સમયથી નવીન બનાવેલ ફ્રુટ માર્કેટમાં કોઈ વેપારી પણ ફ્રુટ વેચવા બેસતું નથી અને નવીન બનાવેલ શાકમાર્કેટમાં તિરાડો જોવા મળી રહી છે. સાવલી વિપક્ષ નેતા હસમુખભાઈ પટેલે જણાવ્યું કે વિકાસના દાવા સાવલી ખાતે ખોટા સાબિત થઈ રહ્ય છે. ખાલી સરકારી નાણાઓનો વેડફાટ થઈ રહ્યો છે. સરકાર દ્વારા તળાવના બ્યુટીફિકેશન માટે વિવિધ ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તો સાવલી નગર પ્રત્યે ઓરમાયું વર્તન કેમ ?? તેવા વેધક સવાલો કરીને મુખ્યમંત્રીને એકવાર સાવલી નગરની વિઝીટ લઈને વાસ્તવિક પરિસ્થિતિ થી વાકેફ થવાની જરૂર છે તેવું જણાવ્યું હતું
તસવીરમાં સાવલી નગરની મધ્યમાં આવેલ ઐતિહાસિક કમળીયુ તળાવ ની દુર્દશા નજરે પડે છે