Gujarat

સાવલી ની સ્પેશિયલપોકસો કોર્ટ નો ચુકાદો સગીરા સાથે દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ પચાસ હજારનો દંડ

Published

on

(સાવલી તા.૧૮)

સાવલી પોલીસ મથકે 2022ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યા ની ફરિયાદ નોંધાઈહતી જેનો કેસ સાવલી ની સ્પેશિયલપોકસો કોર્ટમાં ચાલી જતાં આરોપી વિનોદ રાઠોડિયા ને ૨૦ વર્ષ સખત કેદ ની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો

Advertisement

વડોદરા જિલ્લા સાવલી તાલુકાના  ઇન્દ્રાડ ગામ ની નવીનગરી વિસ્તારમાં ૯/૨/૨૦૨૨ ના રોજ બનેલ દુષ્કર્મ ની ઘટના ની સાવલી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ ના આરોપી ઇન્દ્રાડ ગામના નગરી વિસ્તારમાં રહેતો આરોપી વિનોદ હરમાન ભાઈ રાઠોડિયાએ ગામનીજ ૧૫ વર્ષ ૮ માસ ની સગીરપીડિતાને પ્રેમજાળ માં ફસાવી અપહરણ કરી જંબુસર અને ગંધાર સહિત અનેક સ્થળો એ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યા ની ફરિયાદ નો કેસ સાવલી ની સ્પેશિયલપોકસો કોર્ટ માં ચાલી જતાં સરકારી વકીલ સી॰જી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટ ના જજ જે.એ. ઠક્કરએ આરોપીને તકસીર વાર ઠેરવ્યો હતો  અને સમાજ માં દાખલા રૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિનોદ રાઠોડિયાને દુષ્કર્મ  સહિત ઇ.પી.કો  ની વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષ સખતકેદ ની સજા અને રૂપિયા પચાસ હજાર નો દંડ ફટકાર્યો છે જ્યારે અન્ય નોંધાયેલ ફરિયાદ ની  ઇપીકો ની કલમ ૩૬૩ /૩૬૬ હેઠળ ૩ અને ૫ વર્ષ ની સજા અને ૩ અને ૫ હજાર રૂપિયા નો દંડ ની સજા કરાઈછે અને આરોપી દંડ ની રકમ કોર્ટ ને ભરપાઈ કરેતો એ રકમ પીડિતા ને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા  ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી ને ચારલાખ રૂપિયાનું વિકટીમકોમ્પોશેષન ભોગબનનાર પીડિતા ને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે

Advertisement

Trending

Exit mobile version