Vadodara
સાવલીતાલુકા કક્ષા ના પ્રજાસત્તાક દીન ની ઉજવણી ભાદરવા ગામે કરાઈ

સાવલી ના ભાદરવા ગામ ની હાઇસ્કુલ માં પ્રાંતઅધિકારી ના હસ્તે 74 માં તાલુકાકક્ષા ના ગણતંત્ર દિવસ ની ઉજવણી કરાઈ જેમાં પંથકના આર્મીમેન અને પ્રતિભાશાળી શિક્ષકો નું સન્માન કરાયું અને ભાદરવા સહિત તાલુકા ની શાળાઓ ના વિદ્યાર્થીઓ એ દેશપ્રેમ વ્યક્ત કરતા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા દેશ ભર માં આજે ભારતવર્ષ ના ગણતંત્ર દિવસ ની ઉજવણી ભારે ઉલ્લાસભેર કરાઈ રહી છે.
ત્યારે સાવલી તાલુકા ના ભાદરવા ગામ ની જી,આર,ભગત હાઇસ્કુલ માં સાવલી પ્રાંતઅધિકારી એચ,એમ,જોષી ની અધ્યક્ષતા માં તાલુકાકક્ષા ના પ્રજાસત્તાકદીન ની ભવ્ય ઉજવણી કરાઈ તિરંગો ફેહરાવી સલામી આપી પ્રજાજોગ સંદેશ સાથે શુભેચ્છા પાઠવી ભારત દેશ મહાસત્તા તરફ પ્રયાણ કરી રહયુછે અને સરકારશ્રી ની જનકલ્યાણ અને વિકાસ ની યોજનાઓ ના લાભો છેવાળા ના માનવી સુધી પોહચે તે માટે પ્રયત્ન કરવા પ્રણ લેવા આહ્વાન કર્યું હતું.
ભાદરવા ગામ આઝાદી પૂર્વ રજવાડા વખત થી ભાદરવાસ્ટેટ તરીકે ઓળખાતા ભાદરવા ગામ ક્ષત્રિય સમાજ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે અને આ પંથક ના દેશ સેવા કાઝે દેશ ની આર્મી માં ફરજ બજાવે છે જેવો સહિત તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકો ને સન્માનિત કરી સન્માનપત્ર એનયત કરાયા હતાં ભાદરવા સહિત તાલુકા ની શાળાઓ ના વિદ્યાર્થીઓ દ્વારા દેશપ્રેમ વ્યક્ત કરતાં અનેક \ગીતો સહિત સંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાયાં હતા આ પ્રસંગે પ્રાંતઅધિકારી, મામલતદાર, સરપંચ, ભાદરવા સ્ટેટ ના ઠાકોર જયદીપશિહ,તાલુકા ભાજપ પ્રમુખ મહિપતશિહ વરિષ્ઠ અગ્રણીઓ શાળા આચાર્ય શિક્ષણગણ, ભાદરવા પોલીસ મથક ના પી એસ આઈ સહિત પોલીસકર્મીઓ, વિદ્યાર્થીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં
તસવીર; ઇકબાલહુસેન લુહાર