Gujarat
સાવલી ની ગોકુળવાટિકા સોસાયટી બની કોમી એકતા નું ઉદાહરણ
સાવલી વડોદરા રોડ પર આવેલી ગોકુલવાટીકા સોસાયટીમાં હિન્દૂ મુસ્લિમ વોહરા સમાજ ના રહીશો વર્ષો થી એક સાથે કોમી સૌહાર્દ વાત વરણ માં વસવાટ કરે છે પણ જ્યારે સોસાયટી ના મુસ્લિમબિરાદર ને મક્કા મદીના મીની હજ તરીકે જાણીતા ઉમરાહ યાત્રા એ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતાં ગોકુલવાટીકા સોસાયટી ના હિન્દૂ સમાજ ના રહીશો દ્વ્રારા સત્કાર સમારંભ નું આયોજન કરાયું હતું અને તાજેતરમાં હજ યાત્રા એ જઈ આવેલા હાજીઓ નું સન્માન કરાયું
મુસ્લિમ ધર્મ ના પાંચ ફર્ઝ પૈકી એક ફર્ઝ આર્થિકક્ષમતા ધરાવતા મુસલમાન ને મક્કા મદીના હઝ યાત્રા એ જવાનું હોય છે અને વચગાળે મીનીહજયાત્રા તરીકે દર્શનાર્થે ઉમરાહ યાત્રા માટે જતાં હોય છે પણ વડોદરા જિલ્લા ના સાવલી માં આવેલી ગોકુલવાટીકા સોસાયટી કે જ્યાં હિન્દૂ મુસ્લિમ એક જ સોસાયટી માં નાતી જાતિ ના વાડા થી પર રહી એક બીજાના સુખ દુઃખ ના ભાગીદાર બની એક સાથે વર્ષો થી વસવાટ કરે છે અને ગોકુલવાટીકાસોસાયટી ના મુસ્લિમ બિરાદર ગફુરભાઈ વોહરા કે જેવો એસટી કન્ડક્ટર ની ફરજમુક્તિ બાદ તેવો ને મક્કા મદીના દર્શનાર્થે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવા ની વાત ની જાણ સોસાયટી ના હિન્દૂસમાજ ના રહીશો પ્રમુખ અને સભાસદો ને થતાં આનંદ ની લાગણી સાથે ઉમરાહયાત્રી ગફુરભાઈ વોહરા અને અન્ય આફરીન પઠાણ નું ફુલહાર પહેરાવી સન્માન કાર્યક્રમ અને સોસાયટી ના તાજેતરમાં હજયાત્રા એ જઈઆવેલા હાજીઓ નું ભવ્ય અભિવાદન કરી કોમી એકતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું