Chhota Udepur
રાયસિંગપુરા દૂધ ડેરીમાં ગોટાળા છેલ્લા બે વર્ષથી મીટીંગ કે સભાસદોને હિસાબ કિતાબ ન મળતા ગામલોકોના ધરણાં
બેફામ વહીવટથી નારાજ ગ્રામજનો ન્યાય ન મળતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ ગામલોકો ધરણાં ઉપર બેઠા
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર તાલુકાના રાયસીંગપુરાના વર્ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે ધરણા કર્યા છે, જિલ્લા રજીસ્ટાર કચેરીના અધિકારીઓએ પોતાનો બચાવ કર્યો. સુ અધિકારી પગલાં ભરે તો તુરંત નિકાલ ન થઈ શકે ? તેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.
છોટાઉદેપુર તાલુકાના રાયસીંગપુરાના વર્ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે ધરણા કર્યા છે. રાયસીંગપુરાના વર્ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા બે વર્ષથી કોઈપણ જાતની મીટીંગ કે સભાસદોને હિસાબ કિતાબ ન મળતા સભાસદો રોષે ભરાયા હતા. અને મંડળીને તાળાબંધી પણ કરવામાં આવી હતી. જે બાબતેંના સમાચાર વર્તમાન પત્રોમાં પણ પ્રકાશિત થયા હતા. સભાસદોએ ૮- ૬ – ૨૦૨૪ ના રોજ જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે આ બાબતે લેખિત રજૂઆત કરી હતી. છતાં કોઈ ઉકેલ ન આવતા સભાસદો રોષે ભરાયા છે. છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે આવેલ જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે સૂત્રોચાર કરી ધરણા પ્રદર્શન સભાસદોએ કર્યા હતા. ન્યાય આપો ન્યાય આપો તેવા સૂત્રોચાર સભાસદો દ્વારા કરવામાં આવ્યા હતા.. સભાસદોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે આગામી ત્રણ દિવસની અંદર નિરાકરણ નહીં આવે તો એમડી સુધી રજૂઆત કરવાની વાત કરી હતી. જોકે જિલ્લા રજીસ્ટાર કચેરીના અધિકારીઓ પાસે આ બાબતે જવાબ માગતા તેઓએ પોતાનો બચાવ કર્યો હતો.
ત્યારે આ બાબતે સભાસદ વિક્રમભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે પ્રથમ અરજી બે મહિના પહેલા આપી હતી. તો પણ અધિકારીઓએ કોઈપણ જાતની કાર્યવાહી કરી ન હતી. ડેરી નો પ્રશ્ન છે વહેલી તકે સોલ થાય તેવી અમારી માંગ હતી. બીજી ડેરીઓની અંદર બોનસ મળી ગયું છે. પરંતુ અમારી ડેરીની અંદર અમને બોનસ મળ્યું ન હતું. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ત્યારે અમારા સભાસદો પાસે પૈસા નથી. અને વહેલી તકે બોનસ મળી જાય અમને એવી અમારી માંગ છે. અમે જિલ્લા રજીસ્ટર કચેરી ખાતે ૩ થી ૪ વખત આવ્યા હતા પરંતુ તેનું કોઈ નિકાલ ન થયું. ધરણા પર બેસવા અને સૂત્રોચાર કરવાનું કારણ એ જ છે કે અમને ન્યાય મળે અને વહેલી તકે ન્યાય મળે તેવી અમારી માંગ છે.