Surat
વરાછામાં આ સ્પામાં ચાલતું કુટણખાનું ઝડપાયું, ચાર મહિલાઓને મુક્ત કરાઈ

સુનિલ ગાંજાવાલા
સુરત વરાછા ખાતે આવેલા મારૂતી ચેમ્બર્સમાં ઓરિયન સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડા પાડીને એક ગ્રાહકને પકડી પાડી ચાર લલના મુક્ત કરાવી હતી.તથા સ્પાના સંચાલક અને બાંગ્લાદેશી દલાલને વોન્ટેડ જાહેર કરાયો છે.એએચટીયુ સેલ દ્વારા બાતમીના આધારે ગઈકાલે વરાછા માતાવાડી સર્કલ મારૂતી ચેમ્બર્સના રાજા વડાપાઉ દુકાનની ઉપર “ઓરિયન સ્પા”માં રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન પોલીસે ત્યાંથી એક ગ્રાહક જયદિપભાઇ ગોવિંદભાઇ રંગાણી (ઉ.વ-૨૪ રહે-એ-૬૦૨,સ્કાઇ આઇકોન એપાર્ટમેન્ટ, નાની વેડ ગામ,કતારગામ) ને પકડી પાડ્યો હતો. જે શરીર સુખ માણવા માટે આવ્યો હતો.
સ્પાની આડમાં અહી કુટણખાનુ ચાલતું હતું. આ સિવાય પોલીસે સંચાલક સુમન ચન્દ્રશેખર મહંતી ઉ.વ-૨૪ ધંધો-મજુરી રહે-બીલ્ડીંગ નં-બી/૭ રૂમ નં- ૮ રાધે ક્રિષ્ણ સોસાયટી ની બાજુ માં ભીડ ભંજન તથા મુળ ગંજામ, ઓડીસા) ને તથા પિકુલ હાસુમુલ્લા (મુળ -બાંગ્લાદેશી) ને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ સિવાય ચાર મહિલાઓને મુક્ત કરાઈ હતી. સ્પાના નામે કુટણખાનું ચલાવી દેહવેપારના ધંધા થકી ગ્રાહક પાસેથી પૈસા મેળવી 1 હજાર કમિશન મેળવતા હતા.