Gujarat

આણંદમાં ઝડપાયું ડુપ્લીકેટ સર્ટિથી વિદેશ મોકલવાનું કૌભાંડઃ કોણ ઝડપાયું? કોની શોધખોળ?

Published

on

  • પોલીસે કોને ઝડપ્યા કોનની શોધમાં…

આણંદ એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે, ચાંગા ચારુસેઠ યુનિવર્સિટી પાસે આવેલા પ્રાઇમ કોમ્પલેક્ષમાં એક વ્યક્તિ જુદી જુદી યુનિવર્સિટીની શૈક્ષણિક સંસ્થાના ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવી વિદેશ જવા‌ માંગતા લોકોને વિઝામાં મદદ કરે છે. જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો કરીને નરસંડાના રોનક હિમાંશુ પંડ્યાની અટક કરી હતી. જ્યારે અન્ય બે આરોપીઓ આણંદના દેવેન્દ્ર પટેલ અને વડોદરાના કારેલીબાગના નિશ્ચિતની પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે આ મામલામાં હજુ પણ નવા નામો સામે આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

ચરોતરમાંથી વિદેશ જવા માંગતા લોકો કોઈપણ ભોગે વિદેશ પહોંચવા તૈયાર હોય છે. જોકે તે માત્ર ચરોતર જ નહીં પરંતુ ગુજરાતભરમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે જેમાં લોકોની વિદેશ જવાની ઘેલછાને કારણે ગુનાહીત માનસીકતા ધરાવતા શખ્સો અવનવા રસ્તા કાઢી લેતા હોય છે, ભલે તે કાયદેસર હોય કે ગેરકાયદે. અગાઉ પણ નડિયાદ અને આણંદમાંથી ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે ફરી એકવાર આજે આણંદ એસ ઓ જી દ્વારા ચાંગા યુનિવર્સિટી નજીકના કોમ્પલેક્ષમાં દરોડો પાડી ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ ચલાવતા ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે ઈસમોની તપાસ હાથ ધરવામાં આવી છે.

બ્યુરો હેડ બસર ચિશ્તી આણંદ..

Advertisement

Trending

Exit mobile version