Chhota Udepur
છોટાઉદેપુર જીલ્લાના અમુક વિસ્તારોમાં આવનારા બે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર તા.૦૩
હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૦૪ માર્ચથી ૬ માર્ચના રોજ છોટાઉદેપુર જીલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલ છે. આ આગાહીને ધ્યાને લઈ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા તથા એપીએમસી અથવા ખરીદી કેન્દ્ર તમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત પેદાશોના જથ્થાને સલામત સ્થળે સ્ટોર કરવા જીલ્લા ક્લેકટર દ્વારા ખેતીવાડી અધિકારી, પુરવઠા અધિકારી અને જીલ્લા રજીસ્ટ્રારને સૂચન કરવામાં આવેલ છે.
જેની તમામ ખેડૂતો, ખેતીવાડી અધિકારીઓ, જીલ્લા પુરવઠા અધિકારી, જીલ્લા રજીસ્ટ્રાર અને તમામ એપીએમસી સંચાલકોને જરૂરી તકેદારીના પગલા લેવા તાકીદ કરવામાં આવી છે.