Panchmahal
શાળાના બાળકોને શાળા રત્ન એવોર્ડ થી સન્માનિત કરી જન્મદિવસ કરી ઉજવણી.

સામાન્ય રીતે ઘણાં વ્યક્તિઓ જન્મદિવસ ની ઉજવણી કેવી રીતે કરતાં હોય છે જેમ કે કેક કાપીને અથવા તો મિત્રો સાથે પાર્ટી ઉજવી કરતાં હોય છે પણ હું મારાં જન્મદિવસ ની ઉજવણી મારાં બાળકો સાથે કરું છું. દર વર્ષે 28 માર્ચ મારાં જન્મદિવસ નિમિતે શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 8 ના બાળકો ને શાળા રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે.
શ્રેષ્ઠ બાળક ની પસંદગી વર્ષ દરમિયાન કરેલ ઉત્તમ કાર્યો ના આધારે પસંદગી કરવામાં આવે છે ચાલું વર્ષે 14 બાળકોની પસંદગી કરવામાં આવી હતી.આ તમામ બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ, એસ. એમ. સી અધ્યક્ષ, સભ્યઓ તેમજ ગ્રામજનો અને બાળકોના વાલી ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.