Panchmahal

કલેકટર ની અધ્યક્ષતામાં ગુણેશીયા માં શાળા પ્રવેશ મહોત્સવ

Published

on

ગુણેશિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યાકાળની ઉત્સવ- 2023 ની ઉજવણી કરતા પંચમહાલ કલેક્ટર આશિષકુમાર ઘોઘંબા તાલુકામાં આવેલ ગુણેશિયા પ્રાથમિક શાળામાં ચાલુ શૈક્ષણિક સત્રના આરંભે શાળા પ્રવેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમાર હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે 20 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

તેઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે તો જ સમાજનું સાચું ઘડતર થશે અને રાષ્ટ્રનો વિકાસ થશે. સમગ્ર ગ્રામજનો, સરપંચ, શાળા પરિવાર અને એસ.એમ.સી.ના સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો કર્યા હતા. પ્રવેશોત્સવ રૂટ ના લાયઝન અધિકારી તરીકે તન્મયભાઇ ચૌહાણ દ્વારા સુંદર માર્ગદર્શન આપી અને કાર્યક્રમને શુભ આશીર્વાદ આપ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version