Surat
મૂર્તિકારે કાગળની મદદથી ગણેશજીની પ્રતિમાબનાવી, 9 દેશોમાં જે સ્વરૂપમાં પૂજા થાય છે તેની પ્રતિમા બનાવી
(સુનિલ ગાંજાવાલા સુરત)
ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં એક મૂર્તિકારે કાગળની મદદથી શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમા તૈયાર કરી છે જે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઉપરાંત વિશ્વના 9 દેશ્મોમાં જે સ્વરૂપે ગણેશજીની પૂજા અર્ચના થાય છે તે સ્વરૂપની માટીની મૂર્તિ પણ બનાવી છે.ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો બીજી તરફ સુરતમાં શ્રીજીનું ભવ્ય આગમન પણ શરુ થઇ ગયું છે.સુરત શહેરમાં ગણેશોત્સવ ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. વિવિધ થીમ સાથે પંડાલો તૈયાર કરી ગણેશોત્સવ સુરત શહેરમાં ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. પર્યાવરણ અને ખાસ કરીને તાપી નદીમાં પ્રદૂષણ ન થાય આ માટે ગણેશ વિસર્જન માટે માટીની પ્રતિમાઓ રાખવા માટે જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે અને સમયની સાથે હવે લોકો પણ જાગૃત થયા છે. માટીની તેમજ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓની સ્થાપના પણ કરી રહ્યા છે ત્યારે સુરતમાં એક મૂર્તિકારે કાગળની મદદથી ગણેશજીની વિશેષ પ્રતિમાઓ તૈયાર કરી છે.
સુરતના મૂર્તિકાર જીગ્નેશ મિસ્ત્રી ગણેશ વિસર્જન સહેલાઈથી થઈ જાય તે માટે કાગળથી આકર્ષક ગણેશજીની પ્રતિમાઓ બનાવી છે. આ પ્રતિમાઓ જોઈને કોઈને પણ લાગશે નહીં કે, આ ટીસ્યું પેપર ન્યૂઝ પેપર કે અન્ય કાગળથી બનાવવામાં આવી છે. આ મૂર્તિ માટીની મૂર્તિ કરતા વજનમાં ખૂબ જ હલકી હોય છે અને તેની ઉપર માટેની પરત લગાવવામાં આવે છે જેથી રંગરોગાન કરી ગણેશજીની આકર્ષક પ્રતિમાઓ બનાવી શકાય. પહેલા કાગળને ગુંદર સાથે થોડાક મિનટો રાખીને તેનો પલ્પ બનાવવામાં આવે છે અને આ પલ્પથી ગણેશજીની પ્રતિમાને આકાર આપવામાં આવે છે. ત્યારબાદ કાગળથી ગણેશજીની આ પ્રતિમા તૈયાર કરવામાં આવે છે. અન્ય પ્રતિમાઓ કરતા આ પ્રતિમા ખૂબ જ હલકી હોય છે અને સહેલાઈથી વિસર્જિત પણ થઈ જાય છે.
મૂર્તિકાર જીગ્નેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અમે પેપરમાંથી શ્રીજીની પ્રતિમા તૈયાર કરી છે. આ ઉપરાંત વિદેશના ગણપતીની પ્રતીમા પણ અમે તૈયાર કરી છે. આજની પેઢીને આપણી ભારતીય સંસ્કૃતિ ક્યાં ક્યાં સુધી ફેલાયેલી છે. તેની માહિતી મળે તે માટે 9 દેશો જેવા કે ચાઇના, જાપાન, નેપાલ, ઈન્ડોનેશિયા, ખામેર, થાઈલેન્ડ, કમ્પુડીયા, સહિત અન્ય દેશોના જે સ્વરૂપમાં ગણેશજીની થાય છે તે સ્વરૂપની માટીની પ્રતિમા પણ બનાવી છે. તાપી શુદ્ધિકારણ અને પર્યાવરણને ધ્યાને લઈને આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે જે વહેલી વિસર્જન પણ થઇ શકે છે.