Panchmahal
સુરક્ષા સેતુ સોસાયટી સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC)ના બિન નિવાસી કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ

(અવધ એક્સપ્રેસ દ્વારા)
ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રણજીત નગર માધ્યમિક વિદ્યામંદિરમાં પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી સ્ટુડન્ટ પોલીસ કેડેટ દ્વારા ત્રણ દિવસનો બિન નિવાસી કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં રાજગઢ PSI જે.બી ઝાલાએ હાજરી આપી (SPC) હેઠળ તાલીમ લઈ રહેલા બાળકોને સંસ્કાર સાથે સુરક્ષા અને એકબીજાના પરિચય કેળવવા તથા ડિસિપ્લિન સાથે મસ્તીની પળો માણવા વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આજથી શરૂ થયેલા બિન નિવાસી કેમ્પમાં શાળાના પચ્ચીસથી વધુ બાળકોએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષક પ્રવિણસિંહ પરમાર ની આગેવાનીમાં રાજગઢ પોલીસ દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું છે