Surat
ઈ-વ્હીકલ સિટી બનાવવા દેશભરના 9 શહેરોની પસંદગી
સુરત મહાનગરપાલિકા દ્વારા ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા પોલીસી બનાવ્યા બાદ સુરતમાં ઈ-વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં 33,870 નોંધાયેલા ઈ-વાહનો છે, જે ભારતમાં કુલ ઈ-વાહનોના 3% અને ગુજરાતમાં ઈ-વાહનોના 24% છે. ઈ-વાહનોને વધુ પ્રોત્સાહન મળવું જોઈએ. હાલમાં કેન્દ્ર સરકારના નીતિ આયોગે વિવિધ શહેરોમાં ઈ-વ્હીકલ સિટી બનાવવાનો નિર્ણય લીધો છે.સુરતમાં ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત પાર્કિંગમાં જ ઈ-વ્હીકલ ચાર્જિંગ માટે પોલ માઉન્ટેડ ચાર્જિંગ કોન્સેપ્ટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ઈ-વ્હીકલ સિટી બનાવવા દેશભરમાંથી 9 શહેરોની પસંદગીઃ સુરતનો સમાવેશ થતાં જ સુરત આ દિશામાં આગળ વધી રહ્યું છે.
સુરત શહેરમાં વિવિધ સ્થળોએ ઈ-વાહનો માટે સરળ ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે પાલિકાએ ક્રેડાઈને પણ બોલાવીને શહેરમાં નવા પ્રોજેક્ટમાં ઈ-વાહનો માટે ચાર્જિંગની જોગવાઈ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી.
આ સિવાય ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે.સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ, વિદ્યુત વિભાગ અને શહેરી વિકાસ વિભાગની બનેલી એક સમિતિ ખાનગી સોસાયટીઓ અને જાહેર વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટેની માર્ગદર્શિકા તૈયાર કરવા કામ કરી રહી છે. આ માર્ગદર્શિકા કેવી રીતે લાગુ કરી શકાય અને તેની મંજૂરી શું છે તે નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં ચેમ્બર ઓફ કોમર્સ, ટેક્સટાઈલ, ડાયમંડ, ઈ-વ્હીકલ મેન્યુફેક્ચરર્સ, બેંકો સાથે પણ સેમિનાર યોજાશે.
પોલ માઉન્ટેડ ચાર્જિંગ કોન્સેપ્ટ પર વિચાર કરવામાં આવી રહ્યો છે જેથી લોકો શહેરમાં જ્યાં મોટી સંખ્યામાં દ્વિચક્રી વાહનો પાર્ક હોય ત્યાં જ તેમના વાહનો ચાર્જ કરી શકે. ઈ-વાહનોના વધતા જતા વ્યાપને જોતા રોજગારી વધશે તે નિશ્ચિત છે. જે માટે મ્યુનિસિપલ યુનિવર્સિટીના સહયોગથી કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. જેથી કરીને લોકોને અહીં ઈ-વ્હીકલની સુવિધા મળી શકે. જેના માટે સુરત મનપા તાલીમ આપશે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત