Gujarat
સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત દ્વારા શ્વેતનગરી આણંદની એસવીઆઈટી કોલેજ ખાતે વર્લ્ડ વિન્ટર ગેમ્સ ફ્લોર બૉલનું સિલેક્શન યોજાયું.
હાલમાં જ સ્પેશિયલ ઓલિમ્પિકસ વર્લ્ડ સમર ગેમ નું આયોજન બર્લીન, જર્મની ખાતે કરવામાં આવ્યું હતંર. જેમાં ભારતને ૨૦૨ અને ગુજરાતને ૧૪ મેડલ મળ્યા હતા. ગુજરાતના સ્પેશિયલ બાળકો ના આ ભવ્ય પ્રદર્શન બાદ ગુજરાતના સ્પેશિયલ ખેલાડીઓનો જુસ્સો ખૂબ જ ઊંચો છે, અને વર્લ્ડ વિન્ટર ગેમ ૨૦૨૫ માં જે ઇટાલી ખાતે યોજાના છે, તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આના જ ભાગરૂપે તાજેતરમાં એસવીઆઈટી વાસદ અને સ્પેશિયલ ઓલિમ્પિકસ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ વિન્ટર ગેમ્સ માટે ફ્લોર બોલ રમતનું કેમ્પ કમ સિલેક્શન ટ્રાયલ નું આયોજન એસવીઆઈટી વાસદ ખાતે કરવામાં આવ્યું હતું.
ફ્લોર બોલ રમતના આ કેમ્પ કમ સિલેકશન ટ્રાયલમાં મનોદિવ્યાંગ ભાઈઓ-બહેનો અને યુનિફાઇડ પાર્ટનરો એ ભાગ લીધો હતો. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ૯૦ થી પણ વધુ ખેલાડીઓ અને યુનિફાઇડ પાર્ટનરોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ખેલાડીઓની ફ્લોર બોલ રમતની અલગ અલગ કૌશલ્યોનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને તેના આધારે તેમની ઉંમર પ્રમાણે ભાઈઓ-બહેનો અને યુનિફાઇડ પાર્ટનરનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. પસંદગી પામેલ ખેલાડીઓ હવે પછી નેશનલ કેમ્પ અને સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેશે.
આ પ્રસેંગે સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત ના ટ્રસ્ટી અને અન્ય હોદેદારો જિગ્નેશ ઠક્કર, તુષાર જોગલેકર, શૈલેન્દ્ર્સિંહ પરમાર, મુકેશ ગોસ્વામી, સ્પે.ઑ. આણંદ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એસવીઆઈટી વાસદ ના વાઇસ ચેરમેન હાર્દિકભાઈ પટેલ, ખજાનચી અલ્પેશભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી પી સોની ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તુષાર જોગલેકરે સ્પેશિયલ ઓલિમ્પિક્સ વિષે માહિતી આપી હતી. જ્યારે જિગ્નેશ ઠક્કરે ફ્લોર બૉલ રમત વિષે માહિતી આપી હતી. સ્પેશિયલ ઓલિમ્પિક્સની રમતોની વિશેષતા જણાવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ. વિકાશ અગ્રવાલ તથા સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત ઓફિસના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિક કુમાર પટેલ, મંત્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી નૈતિક પટેલ, ખજાનચી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી સંજયભાઈ પટેલ, સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી પી સોની, ડૉ.વિકાશ અગ્રવાલ (સ્પોર્ટ્સ ડાયરેક્ટર) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી મનો દિવ્યાંગ ખેલાડીઓને તેમના ખૂબ સુંદર પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.