Chhota Udepur
ડીપ્લોમા એન્જિનિયરિંગ એડમીશન માટે સરકારી પોલીટેકનીક કોલેજ દ્વારા સેમીનારનું આયોજન

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ખાતે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા ડીપ્લોમાં એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા તેમજ માગદર્શન કાર્યક્રમ સરકારી પોલીટેકનીક દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. ડીપ્લોમા પ્રવેશ પ્રક્રિયા આવનારા વર્ષ માટે ઓનલાઇન કરવાનું હોવાથી આ પ્રક્રિયાની માહિતી વિવિધ ઉમેદવારો અને વાલીઓને આપવા માટે પોલિટેકનિક કોલેજ-છોટાઉદેપુર દ્વારા આજે તારીખ ૨૯/૦૪, શનિવાર સવારે ૧૧:૦૦ વાગે શિરોલાવાલા હાઇસ્કુલ બોડેલી ખાતે સેમિનાર રાખેલ છે
તેમજ છોટાઉદેપુરના વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ૩૦/૦૪, રવિવારે સવારે ૧૧:૦૦ વાગે સરકારી પોલીટેકનીક ખાતે આ સેમિનાર રાખેલ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ હાજર રહેવા માટે સરકારી પોલિટેકનિક આચાર્ય દ્વારા સૌને આમંત્રણ આપવામાં આવેલ છે.