Gujarat
પંચમહાલમાં બે ખાનગી બસો વચ્ચે ગંભીર અકસ્માત, 4 ના મોત

રાજ્યમાં દિવસેને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. બેફામ ડ્રાઈવ, ઓવર સ્પીડ હોય કે અન્ય પરંતુ અવાર નવાર રોડ અકસ્માતમાં નિર્દોષ લોકોના મૃત્યુ થતાં હોય છે. ત્યારે ફરી એકવાર રાજ્યના ગોધરા-દાહોદ હાઇવે ઉપર રોડ અકસ્માતની દુર્ઘટના ઘટી છે.
ગોધરા-દાહોદ હાઇવે ઉપર એક બસએ અન્ય બસને ટક્કર મારી છે. જેમાં ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. બસમાં સવારે 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. અત્રે જણાવીએ કે, અમદાવાદથી ઇન્દોર જતી બસ હતી.
બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા રોકી દેવાઈ હતી અને હાઇવે ઉપર જ પાર્ક કરી કામગીરી કરાઈ રહી હતી. તે સમય અચાનક અન્ય ખાનગી બસના ચાલકે બસને ટક્કર મારી હતી.
રોડ અકસ્માતની ઘટનાના પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલાને લઈ તપાસ હાથ ધરી છે