Uncategorized
સેવાલિયા પોલીસને બગાસું ખાતા પતાસુ મળ્યું વાહન ચેકીંગ દરમ્યાન ૫૦ કીલો ગાંજાનો ઝથ્થો હાથ લાગ્યો…
(પ્રતિનિધિ રિઝવાન દરિયાઈ ખેડા,ગળતેશ્વર)
ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પોલીસને બગાસું ખાતા પતાસુ મળ્યું જેમાં વાહન ચેકીંગ દરમ્યાન 50 કિલો ગાંજાનો જથ્થો હાથ લાગ્યો છે તેમજ હિંમતનગર ખાતે લઇ જવાતા ૫૦ કિલોના ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ સેવાલિયા પોલીસના અર્જુનસિંહ ફતેસિંહ તેમજ અન્ય જવાનો ગતરોજ અમદાવાદ ઇન્દોર હાઇવે પર આવેલ મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર વાહનચેકીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન હ્યુન્ડાઇ કંપનીની કાર નં.GJ-02-BP-4417 ગોધરા તરફથી આવી રહી હતી જેમાં બે ઈસમો સવાર હતા પોલીસે આ ગાડીની અટકાયત કરી ચેકીંગ કરતા હતા તે દરમ્યાન ગાડીની ડીકીમા ચેક કરતા સ્પેર વ્હીલની નીચે સંતાડેલો મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે આ બંને ઈસમોની અટકાયત કરી અને તેમની પૂછપરછ કરતા રફાકતહુસેન મોહંમદહુસેન શેખ (રહે. ગોધરા ) તેમજ જીસાન રઈશઉદ્દીન શેખ (રહે. માલીના. હિંમતનગર ) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વધુ પૂછપરછ કરતા આ ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રથી લાવ્યા હતા અને તેમની સાથે અસ્પાક નામનો વ્યક્તિ પણ સાથે હોવાનું જણાવ્યું હતું અને આ અસ્પાક નામનો વ્યક્તિ ગોધરા ઉતરી ગયો હતો અને હિંમતનગર ચોકડી પહોંચી મને કોન્ટેક કરજો તેમ જણાવ્યું હતું. જેથી આ ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રથી લઇ હિંમતનગર પહોંચાડવાનું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સેવાલિયા પોલીસે માદક પદાર્થનો ગાંજાનો જથ્થો ૫૦ કિ.ગ્રા કિ.રૂ ૫,૦૦,૦૦૦/- તેમજ અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ ૦૨ કિ રૂ ૧૦૦૦૦/- તથા વર્ના ગાડી કિ રૂ. ૨,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી કુલ્લ રૂ. ૭,૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાયેલ બંને ઈસમો વિરૂધ્ધમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ એસ.ઓ.જી. શાખા ખેડા-નડીયાદ ને સોંપવામાં આવી છે.