Gujarat
સેવાલિયા સ્ટેશન શાળાના શિક્ષક બાળકોને ભણાવવાને બદલે પ્રા.શિક્ષણાધિકારીની ચાપલૂસી કરેછે??
ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ઘોર બેદરકારીને કારણે ગળતેશ્વર અને ઠાસરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બાળકોના પ્રાથમિક શિક્ષણને માઠી અસર પડી રહી છે.બંને તાલુકામાં કેટલાક શિક્ષકો સમયસર શાળામાં આવતા નથી, આરટીઈ મુજબ શાળાનો સમય રાખવામાં આવતો નથી અને હવે ઓછું હોય તેમ સેવાલિયા સ્ટેશન પગાર કેન્દ્રની શાળાના એક શિક્ષકને તાલુકા કચેરીની કામગીરી કરવા માટે ક્લાર્ક બનાવી દેવાયા છે, જેને કારણે શાળાના બે વર્ગના 71 જેટલા બાળકો યોગ્ય શિક્ષણથી વંચિત જોવા મળી રહ્યા છે.
નિયમાનુસાર કોઈપણ શિક્ષકની કામગીરી નો હુકમ ચોક્કસ દિવસો માટે હોઈ શકે છે, જોકે સેવાલિયામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરાયેલા હુકમમાં ફરીથી હુકમના થાય ત્યાં સુધી મતલબ અનેક દિવસો અને.મહિનાઓ સુધી કામગીરીને બહાને શાળાને બદલે તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરીમાં રોકી રાખવામાં આવતા હોવાનું જોવા મળી રહ્યું છે. સેવાલિયા સ્ટેશન શાળામાં ફરજ બજાવતા કનુભાઈ પટેલને કામગીરીની આડમાં તાલુકા કચેરીનો વહીવટ આપી દિધો હોય તેમ અધિકારીઓ શોધ્યા જડતા નથી.છેલ્લા ઘણા સમયથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ની જગ્યા ઇન્ચાર્જમાં ચાલતી હોવાથી આ શિક્ષક મહાશય જ તાલુકાના અધિકારી તરીકે તમામ.કામગીરી કરી રહ્યા હોવાની વાતો બહાર આવી રહી છે.ઇન્ચાર્જ અધિકારી માત્ર સહીઓ કરવા માટે જ ફરકતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
કામગીરીના હુકમને કારણે કનુભાઈ પટેલના વર્ગના બાળકોને અન્ય વર્ગના બાળકો સાથે બેસાડવામાં આવતા હોવાથી એક જ વર્ગમાં 71 જેટલા બાળકોને એક શિક્ષકને હાથે ભણવાનો વારો આવી રહ્યો છે. જેને કારણે વાલીઓમાં પણ પોતાના બાળકોના શિક્ષણને લઈને ચિંતાઓ ઉઠી છે. ત્યારે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી સ્પષ્ટ કરે કે ક્યાં નિયમ હેઠળ બાળકોના અભ્યાસના ભોગે શિક્ષક પાસેથી કામગીરી કરવવામાં આવી રહી છે?
* શિક્ષક શાળામાં ભણાવવાને બદલે અધિકારીઓની સેવામાં મશગુલ: 71 બાળકોનું ભાવિ અંધકારમય
* ગળતેશ્વર તાલુકા પ્રાથમિક વિભાગના અંધેર વહીવટથી બાળકોનું ભાવિ અંધકારમય
* સેવાલિયા સ્ટેશનના શિક્ષક શાળામાં ભણાવવાને બદલે અધિકારીઓની સેવામાં મશગુલ
– સેવાલિયા સ્ટેશન શાળાના 80હજારના પગારદાર શિક્ષક પાસે 15હજારના ક્લાર્કની કામગીરી કરાવતી હોવાના આક્ષેપ
– શિક્ષકને અભાવે 71 બાળકોનું શિક્ષણ કફોડી હાલતમાં
– તાલુકા પ્રા.શિક્ષણાધિકારીએ હુકમ કરીને શિક્ષકને ક્લાર્ક બનાવી દેતાં આશ્ચર્ય
– તાલુકામાં ચાલતો અંધેર વહીવટ બંધ થશે મે જન આંદોલન બાદ જ શાન ઠેકાણે આવશે તેવા સવાલો ઉઠ્યા