Gujarat

વ્યાજખોરો સામે સરકાર આકરા પાણીએ આ મુદ્દે સેવાલીયા પોલીસનો યોજયો લોકદરબાર

Published

on

  • ” નાણાધીરધાર લાયસન્સના રજીસ્ટ્રેશન વગર વ્યાજે નાણા આપવા એ મની લેન્ડર્સ એક્ટ 2011 હેઠળ ગુનો છે.”
  • ગરીબી અને મહેનત મજૂરી કરનારા લોકો ની પરસેવાની કમાણી ને ચૂસી ખાનારા વ્યાજ ખાઉ લાલચુ ઓ સાવધાન.
  • લોક જાગૃતિ અભિયાન સેવાલીયા ખાતે ગેરકાયદેસર વ્યાજ વસૂલ કરતા વ્યાજખોરો બાબત લોક દરબારનું આયોજન કરાયું

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે કચ્છી કડવા પટેલ સમાજ વાડી ખાતે આજરોજ સવારે ૧૧:૦૦ સેવાલીયા પોલીસ દ્વારા ગેરકાયદેસર વ્યાજ વસુલ કરતા વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબત અને તે વિષય સેવાલીયા પોલીસ ને મદદરૂપ થવા બાબત લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના આગેવાનો, પત્રકાર મિત્રો, ગ્રામ પંચાયત સરપંચ, સભ્યો, વડીલો હાજર રહ્યા હતા. અને પી.એસ.આઇ સેવાલીયાએ જણાવ્યું હતું કે આપની આસપાસ જો કોઈ વ્યક્તિ આ રીતે ગેરકાયદેસર વ્યાજ વસુલ કરતા હોય તો તેની માહિતી સેવાલીયા પોલીસને આપવા જણાવ્યું હતું.

વધુ આ બાબતે એ.બી મેહરિયા (સેવાલીયા પી.એસ.આઈ) એ જણાવ્યું હતું કે.. “નાણાધીરધાર લાયસન્સના રજીસ્ટ્રેશન વગર વ્યાજે નાણા આપવા એ મની લેન્ડર્સ એક્ટ 2011 હેઠળ ગુનો છે. વ્યાજખોરો ના ત્રાસના કારણે જો કોઈ બનાવ બને તો સંબંધિત આઇપીસી કલમો હેઠળ પણ ગુનો નોંધાય છે. સરકાર દ્વારા નક્કી કરેલ ધારા ધોરણો સિવાયના વ્યાજ દરો સાથે ધિરાણ કરવું પણ મની લેન્ડર્સ એક્ટ 2011 મુજબ ગુનો બને છે. આપના વિસ્તાર માં ગેરકાયદેસર રીતે વ્યાજખોરો વ્યાજ વસુલાત કરતા હોયતો તાત્કાલિક સેવાલીયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અને વધુમાં જણાવ્યું કે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવા માં આવશે. તેવું જણાવ્યું હતું ગરીબી અને મહેનત મજૂરી કરનારા લોકો ની પરસેવાની કમાણી ને ચૂસી ખાનારા
વ્યાજ ખાઉ લાલચુ ઓ સાવધાન લોક જાગૃતિ અભિયાન ના ભાગરૂપે લોકદરબાર નુ આયોજન આ પ્રકાર ના શોષણ સામે જરા બી ડર રાખ્યા વગર સામે આવી સમાજ મા શરીફ બની ને જીવતા લાલચુ લોકો ને ખુલ્લા પાડવા નો સમય થઈ ગયો છે તમે જાગૃત બની ને સહકાર આપશો તો કાયદો પોતાનું કામ સરળતા થી કરી શક્શે અને સમાજ ની આ બદી દુર કરવા માં સહકાર આપવો એ આપડી નૈતિક ફરજ છે.

(પ્રતિનિધિ રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)

Advertisement

Trending

Exit mobile version