Gujarat

સેવાલીયાની સી.પી. પટેલ હાઇસ્કુલ ખાતે વિજ્ઞાન ગણિત તેમજ પર્યાવરણ પ્રદર્શન યોજાયું

Published

on

સેવાલીયાની સી.પી. પટેલ હાઇસ્કુલ ખાતે આજરોજ ગળતેશ્વર તાલુકો અને ઠાસરા તાલુકા નું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગળતેશ્વર તથા ઠાસરા તાલુકાની કુલ 26 શાળાઓએ ભાગ લીધો હતો. અલગ અલગ 29 કૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું.

જેમાં કુલ 112 શિક્ષકો 150 ગ્રામજનો તથા આજુબાજની શાળાઓમાંથી પંદરસો જેટલો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આપ પ્રદર્શનને નિહાળ્યું હતું. સવારે 9:30 કલાકે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નડિયાદ થી સુમેરા થકી તથા ડાયટ કઠલાલમાંથી કોલેજ ના પ્રાધ્યાપક તથા વિજ્ઞાન મેળાના સલાહકાર એવા ડૉ છાયાબેન મૂલવાણી તથા શાળાના ટ્રસ્ટી કનુભાઈ પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીજયંતીભાઈ પરમાર તથા પાલી પંચાયતના ઉપસરપંચ નિમિત્તભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તીર્થભૂમિ શાળા અને મોર્ડન હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ એવા આરંભ પટેલ એ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય જે મહિલા સાહેબે કર્યું હતું સમગ્ર શાળા પરિવાર એ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમને સફળતા અપાવી હતી.

Advertisement

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર

Advertisement

Trending

Exit mobile version