Vadodara
વડોદરા હાલોલ હાઇવે ઉપર એક સાથે સાત કારો ને અકસ્માત

વડોદરા હાલોલ રોડ ઉપર અકસ્માત એક સાથે સાત કારો એકબીજાને ટકરાઈ અલ્ટો ચાલકે અચાનક બ્રેક મારતા સર્જાયો અકસ્માત ટ્રાફિકને સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરવાની ફરજ પડી વડોદરા ટોલનાકા અને ભાણિયારા વચ્ચે આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં એકસાથે સાત કાર એકબીજાની પાછળ ઘૂસી જતા અકસ્માતની વણઝાર સર્જાઇ હતી જોકે આ અકસ્માતમાં કારને નુકસાન સિવાય કોઈને ઇર્જાની ઘટના બની ન હતી
બનાવની વિગત એવી છે કે આજરોજ 10:00 વાગ્યાના અરસામાં વડોદરા તરફથી હાલોલ આવી રહેલી એક અલ્ટો કારે કઈ પણ જોયા વગર રસ્તા વચ્ચે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી ક્રેટા તેમજ અન્યકારો એકબીજાની પાછળ ધડાકા સાથે અથડાઇ હતી જેમાં કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. અકસ્માતના પગલે ટ્રાફિકજામ થયો હતો જેથી ટ્રાફિકને સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. એક કલાક જેટલા સમય બાદ રસ્તાને પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો