Kheda
નવી ચેકપોસ્ટ પરથી સેવાલિયા પોલીસે રૂ.15,28,800/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

(રીઝવાન દરિયાઈ(ગળતેશ્વર:ખેડા )
પ્રાપ્ત માહિતી અનુસાર સેવાલીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. એચ રાવલ સાહેબ તેમજ અન્ય પોલીસ જવાનો આજરોજ બપોરના સમયે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર મહારાજના મુવાડા પાસે આવેલ નવી ચેકપોસ્ટ પર ચેકીંગમાં હતા તે દરમ્યાન ગોધરા તરફથી ડાક પાર્સલ લખેલી આઈશર નંબર DL 1 MA 7581 આવતા તેને અટકાવી હતી તે દરમ્યાન આઈશર ચાલક વાહન મૂકી ફરાર થઇ ગયો હતો ત્યારે સેવાલિયા પોલીસે આઈશરનું ચેકીંગ કરતા અંદર વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
જેમાં અલગ અલગ બ્રાન્ડના 7065 નંગ દારૂના ક્વોટર તથા અલગ અલગ બ્રાન્ડની 1080 નંગ દારૂની બોટલ તથા બિયરના 960 નંગ ટીન મળી કિં રૂ.15,28,800 /- નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમજ પકડાયેલ આઈશર કિં. રૂ. 10,00,000/- મળી કુલ કિં.રૂ.25,28,800/- નો મુદ્દામાલ કબ્જે લઇ આઇશર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.