Uncategorized
પૌરાણિક બાણેશ્વર મહાદેવજી મંદિર- કમલપુરા માં શ્રી કે કે શાસ્ત્રી દ્વારા શાકોત્સવ ઉજવાયો

સાવલી તાલુકાના કમલપુરા ગામ માં આવેલ પૌરાણિક શ્રી બાણેશ્વર મહાદેવજી મંદિર ના પ્રાંગણમાં સંસ્થા ના અધ્યક્ષ પૂ શ્રી કે કે શાસ્ત્રીજી અને ઘનશ્યામ સ્વામીજી દ્વારા ભવ્ય શાકોત્સવ ઉજવવામાં આવ્યો. સભા ના વક્તા પુ ઈશ્વરસ્વરૂપ સ્વામીજી એ – કુંભનો અને ગંગા ની ના પ્રાદુર્ભાવ ની કથા સાથે શાકોત્સવ નું મહત્ત્વ સમજાવ્યું. આ પ્રસંગે ખંભાત ના કોઠારી સ્વામી ધર્મનંદનદાસજી, વડતાલ ના પૂ શ્યામવલ્લભ સ્વામીજી, ઘનશ્યામ સ્વામી, વાસદ થી વિષ્ણુસ્વામીજી, રાધાકૃષ્ણ સ્વામીજી પણ ઉપસ્થિત હતા. સાંસદ હેમાંગભાઈ જોશી ની ઉપસ્થિતિ પણ હતી, તેમના વક્તવ્ય માં તેમણે જણાવ્યું કે આ સભા એક જ્ઞાન નો કુંભ ભરાયો છે આવી પ્રતીતિ થાય છે. આ પ્રસંગે ખાસ મહારાષ્ટ્ર થી પૂ નયનપ્રકાશ સ્વામીજી પણ ઉપસથી રહ્યા હતા. નગર શિક્ષણ સમિતિ ના સભ્ય રણજીત રાજપુત સાથે ઇત્તર રાજકીય મહેમાનો ની ઉપસ્થિતિ આ સભા માં હતી. ૩૦૦૦ ઉપરાંત હરિભક્તો ને આ શાકોત્સવ નો પ્રસાદ અને સભા નો લાભ લીધો હતો.