Gujarat

સર્વશિક્ષા અભિયાનના શરમજનક દ્રશ્યો વિદ્યાર્થીઓને ખભા અને ઝોળીમાં બેસાડી જીવના જોખમે શાળામાં મોકલ્યા

Published

on

પંચમહાલ જિલ્લામાં સમસ્યાથી ઘેરાયેલા ઘોઘંબા તાલુકો વિકાસની વાતો વચ્ચે વિકાસથી કોસો દૂર હોવાનો અફસોસ તાલુકાની પ્રજા કરી રહી છે. ત્યારે અહીં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તે ઘોઘંબા તાલુકાના ગમાણી ગામના નાવડ ફળિયું તેમજ સાત આંબા ફળિયામાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના છે જે પોતાના વ્હાલસોયાને શાળાએ મૂકવા અને લેવા નદીમાં છાતીસમાં પાણીમાં ખંભા પર બેસાડીને લેવા મૂકવા જતાં હોય છે. આજના આધુનિક યુગમાં આ દ્રશ્યો ખરેખર શરમજનક અને આશ્વર્ય પમાડે તેવા છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના ગમાણી ગામ વચ્ચેથી કોતર પસાર થાય છે. ગામના સામાકાંઠા વિસ્તાર જે નાવાડ ફળિયું અને સાત આંબા ફળીયા આવેલ હોય અને આ વિસ્તારમાં લગભગ ૩૦૦ જેટલી વસ્તીનો વસવાટ છે. અને તમામ લોકો એટલે કે ૫૦ જેટલા ખેડૂત પરીવારનું રહેણાંક પણ છે અને આ સામાંકાઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકોના ૩૦ થી વધુ વિદ્યાર્થી ગમાણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેથી ચોમાસાની સીઝનમાં ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે.

Advertisement

હાલ ચોમાસાની સીઝન હોય તેમજ ઉપરવાસ વ્યાપક વરસાદને પગલે આ ગામમાં વચ્ચેથી પસાર થતી નદીમાં પાણી આવી જવાથી સામાકાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકો ગામમાં આવી શક્તા નથી. અને જ્યાં સુધી પાણી ઓછુ ન થાય ત્યાં સુધી ગામમાં કામ અર્થે આવવા માટે જે એક થી દોઢ કિ.મી.નું અંતર થાય તેના બદલે ૩ થી ૪ કિ.મી.નું અંતર કાપીને આવવું પડે છે. જ્યારે આ ખેડૂત પરીવારના વ્હાલસોયા બાળકોને અભ્યાસ અર્થે ગમાણી આવવું પડતુ હોય અને બાળકોને પાણી માંથી કેમ જવા દેવા તેવો પ્રશ્ન વાલીઓને સતત મુંઝવતો હોય છે. અને બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે વાલીઓ જીવના જોખમે પોતાના વ્હાલસોયાને ખંભા પર બેસાડી છાતી સમા પાણીમાં નદીમાં ઉતરી અભ્યાસ અર્થે મુકવા લેવા જવામાં પારાવાર મુશ્કેલી વેઠીને પણ જતાં હોય છે.

આ નદી રોડથી ૭ થી ૧૦ ફુટ જેટલી ઉંડી હોય અને બાળકોને આ નદી માંથી પસાર કરવતી વખતે વાલીઓના મનમાં પણ સતત ડર સતાવતો હોય છે કે ક્યાંક પગ લપસી જશે તો તેમ છતાં પણ વાલીઓ છાતીસમાં અને માથાળા સુધી પાણીમાં પોતાના બાળકોને ખંભા પર બેસાડી નદી પસાર કરી રહ્યાં છે. તેમજ નદીમાં પસાર થતી વખતે કોઇ ખાડો છે કે નહીં તે જોવા બાળકોને ખંભા પર બેસાડી તેમજ ઝોળીમાં બેસાડી પસાર થતી વખતે આગળ એક વ્યક્તિ પણ નદીમાં ચાલીને જતી હોય છે. કે જેથી બાળકોને તકલીફ ન પડે આ સામાકાંઠા વિસ્તારના લોકોને પડતી હાલાકી અંગે વારંવાર શાસક પક્ષના નેતાઓ દ્રારા વારંવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં પણ સમસ્યાનું નથી થયું સમાધાન કે નથી આવ્યુ નિરાકરણ ત્યારે વહીવટી તંત્ર દ્રારા તાતકાલીક આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી માંગણી ઉઠવા પામેલ છે.

Advertisement

આ સમસ્યા દર ચોમાસાની છે અને સામાકાંઠા વિસ્તાર ઉનામાં જાણે  કે ન હોય તેમ વહીવટી તંત્ર ધ્યાન ધરતુ નથી. બાળકોને શાળાએ તેડવા મૂકવા જવા માટે અનેક કામ પડતા મુકવા પડે છે કેમ કે આ સમસ્યા કોઇ બે-ચાર દિવસની નથી મહીનાઓ સુધીની છે કેટલા દિવસ અભ્યાસથી વંચિત રાખવા નાછુટકે જીવના જોખમે નદી પસાર કરીને જવું પડે છે તેવો વાલીઓ માંથી શૂર ઉઠવા પામેલ  સામાકાંઠા વિસ્તારમાં ૧૫૦ થી વધુ ખેડૂતોનો વસવાટ છે. અને હાલ વાવણી થયા બાદ ખેતરમાં દવાનો છંટકાવ કરવો હોય કે ખાતર લેવા જવુ હોય અથવા ઇમરજન્સી દવાખાને જવુ હોય તો નદી માંથી કેમ પસાર થવુ નાછુટકે ૩ કિ.મી. ફરવા જવુ પડે છે અને તંત્ર આ સમસ્યાથી લોજ કાઢી રહ્યુ હોવાનો તાલ જોવા મળી રહ્યો છે..

-ગમાણી ગામે વિદ્યાર્થીઓને વાલીઓ ખંભા પર અને ઝોળીમાં બેસાડી જીવના જોખમે નદી પસાર કરવા મજબુર

Advertisement

– સમસ્યાથી ઘેરાયેલા ઘોઘંબા તાલુકો વિકાસની વાતો વચ્ચે વિકાસથી કોસો દૂર હોવાનો અફસોસ

– અનેક કામ પડતા મૂકી બાળકોને શાળાએ તેડવા મુકવા જવું પડે છે :વાલીઓ…

Advertisement

– વહીવટી તંત્ર દ્રારા તાતકાલીક આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી માંગણી

 

Advertisement

Trending

Exit mobile version