Panchmahal
શનિયાડા એ.વી. પટેલિયા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું.
(અવધ એક્સપ્રેસ દ્વારા)
જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત ઘોઘંબા તાલુકા કક્ષાનુ વિજ્ઞાન- ગણિત પર્યાવરણ પ્રદર્શન એવી પટેલ માધ્યમિક શાળા ખાતે યોજાયુ. તાલુકા અને વિવિધ પ્રાથમિક શાળાઓ માટે 95 જેટલા જુદા જુદા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 190 જેટલા બાળ વૈજ્ઞાનિકો અને 95 જેટલા માર્ગદર્શક શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તથા જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ,કારોબારી સમિતિના અધ્યક્ષ, પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ રાઠવા, ગુણવંત સિંહ ગોહિલ, પંચમહાલ જિલ્લા પંચાયતના સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા. ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ મંત્રી તથા શૈક્ષિક સંઘ જિલ્લા કક્ષાના પ્રમુખ મંત્રી હાજર રહ્યા હતા. તમામ સી.આર.સી. કો. મિત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિપીકા બહેન રાઠોડ બી.આર.સી. કો. પ્રવીણસિંહ સોલંકી હાજર રહ્યા હતા .
વિભાગ-૧ સ્વાસ્થ્ય શનીયાડા પ્રાથમિક શાળા, વિભાગ-૨ જીવન પર્યાવરણ અને શૈલી નિકોલ -૨ પ્રાથમિક શાળા, વિભાગ-૩ કૃષિ અને ખેતી વણઝારા ફળિયા પ્રાથમિક શાળા ફ. પ્રાથમિક શાળા, વિભાગ-૪ પ્રત્યાયન અને વાહન વ્યવહાર ગજાપુરા- કાંટુ,વિભાગ-૫ ગણનાત્મક ચિંતન પાંચ પથરા પ્રાથમિક શાળાઓ પાંચ જેટલા વિભાગોમાં પ્રથમ ક્રમાંકે આવેલ કૃતિઓના વિદ્યાર્થીઓને ઈનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન કરે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા