Connect with us

Panchmahal

શરણાઈ ના શૂર અને લગ્ન ગીતો મરસ્યા માં ફેરવાયા

Published

on

Shaor and wedding songs of Sharnai turned into Marsya

(સુરેન્દ્ર શાહ દ્વારા)

ધારિયા ગામના યુવાનનું લગ્ન હતું તેની જાન નીજરંમદિલ ગામ ખાતે જવાની હતી લગ્ન પ્રસંગને લઈને બાકરોલ નો ડીજે નો ટેમ્પો સાથે હતો બાકરોલ થી નવા ફળીયા થઈ જાંબુઘોડા થી ગાંધર ના ડુંગરા અને વાંકાચુકા વળાંક વાળા રસ્તા પર ઢાળ હોવાથી ડીજે સાથેનો ટેમ્પો પલટી ખાઈ જતા પંદર વર્ષ નો યુવક ટેમ્પાની નીચે દબાઈ જતાં ધારિયાના યુવકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજતા લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો

Advertisement

Shaor and wedding songs of Sharnai turned into Marsya

ધારિયાના યુવકની જાન નિજરનદિલ ગામ જવાની હતી જાનમાં જનારી અમુક વ્યક્તિઓ અગાઉથી જ લગ્નમંડપ એ પહોંચી ગઈ હતી પરંતુ આ ગોજારી ઘટનાની જાણ લગ્ન મંડપમાં થતા મૃતકના માતા અને પિતા અગાઉથી લગ્ન મંડપ એ પહોંચ્યા હતા તેઓ અને અન્ય જાનૈયાઓ ઘટના સ્થળે આવતા મૃતકની માતાએ પોતાના પુત્રની લાશ જોઈ રોકકળ શરૂ કરતા વાતાવરણ ભારે અને ગંભીર બની ગયું હતું બાદમાં રાજગઢ પોલીસ ઘટના સ્થળે આવી ઈર્જાગ્રસ્ત બે યુવાનોને 108 દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા

Shaor and wedding songs of Sharnai turned into Marsya

અને મૃતદેહ ને રોજ કામ કર્યા બાદ PM માટે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ ગોઝારા બનાવથી હતપ્રત બનેલા જે યુવાન હતા લગ્ન હતા તેને વરઘોડો કાઢવાની સ્પષ્ટપણે ના પાડી દીધી હતી અને વરઘોડા વગર પાણી ગ્રહણ કરી રવાના થયા હતા ધારિયા ગામમાં આ બનાવથી સન્નાટો વ્યાપી ગયો હતો જો કે બીજી તરફ તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ પ્રસંગમાં ડીજે માટેની પરવાનગી આપવી નહીં તો લગ્ન કરનાર યુવાનના પરિવારજનોએ ડીજે માટેની પરવાનગી મેળવી હતી કે કેમ તે પણ એક તપાસનો વિષય છે ટેમ્પો પલટી ખાઈ ગયા બાદ ટેમ્પો ના ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ અંગે મૃતક ના પિતાએ રાજગઢ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!