Gujarat
દશેરા પર્વ નિમિત્તે સાવલી -ડેસર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન
(અવધ એક્સપ્રેસ દ્વારા)
સાવલી તાલુકામાં દશેરા પર્વ નિમિત્તે ક્ષત્રિય આગેવાન કુલદીપ સિંહ રાઉલજી દ્વારા આયોજિત શસ્ત્ર પૂજન કાર્યક્રમ માં સાંસદ ડો હેમાંગ જોશીએ હાજરી આપીને શસ્ત્ર પૂજન કાર્યક્રમ માં ભાગ લીધો હતો
સાવલી માં આજરોજ દશેરા પર્વ નિમિત્તે.શસ્ત્ર પૂજન ના વિવિધ ત્રણ કાર્યક્રમો ની અલગ અલગ ક્ષત્રિય સંગઠનો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેમાં સવાર ના સમયે ક્ષત્રિય આગેવાન અને બરોડા ડેરી ના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી દ્વારા ક્ષત્રિય સમાજ ની વાડી મુવાલ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં પોઇચા ચોકડી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ રેલી સ્વરૂપે નીકળીને શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં યુવકો અને આગેવાનો બાઈક અને વિવિધ વાહનો સાથે જોડાયા હતા અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ ડો હેમાંગભાઈ જોશી, ડાકોરના મહંત સંત શ્રી કિરણરામ મહારાજ, બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી, મહેન્દ્રસિંહ રણા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અભિરાજસિંહ વાઘેલા, એપીએમસીના ડિરેક્ટર અભિરાજ સિંહ તેમજ ગોવિંદ ભાઈ સરપંચ સહિત ના ક્ષત્રિય સમાજના સાવલી ડેસર તમામ આગેવાનો યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં સાંસદ હેમાંગ જોશી એ ક્ષત્રિય અને બ્રાહ્મણના સંબંધો પર પ્રકાશ પાડીને આજે મહાપૂજન કાર્યક્રમમાં આમંત્રણ આપવા બદલ કુલદીપ સિંહ રાઉલજી નો આભાર વ્યક્ત કર્યો હતો તને જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી ક્ષત્રિય સમાજ વિશે લોકો ભ્રમણા ફેલાવતા હતા પરંતુ ક્ષત્રિય સમાજ મહાભારત કાળથી બ્રાહ્મણોની રક્ષા કરતો આવ્યો છે અને આ વેળાએ પણ તેઓએ ક્ષત્રિય ધર્મ નિભાવ્યો હતો તેવું જણાવીને વંદન કર્યા હતા