Gujarat

પાવાગઢ પોલીસ મથકે દશેરા પર્વે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

હિન્દુ ધર્મમા દશેરાનો તહેવાર શસ્ત્રો અને શાસ્ત્રો બંનેની પૂજા માટે જાણીતો છે. સનાતન પરંપરામા વિજયાદશમી અથવા દશેરાનુ ધાર્મિક મહત્વ ઘણુ છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજાનો નિયમ છે. પ્રાચીન કાળથી રાજાઓ અને સમ્રાટો દ્વારા કરવામા આવતી શસ્ત્ર પૂજા આજ સુધી ચાલે છે.

Advertisement

વિજયાદશમીના તહેવાર પર શસ્ત્રની પૂજા કરવાથી વર્ષભર શત્રુઓ પર વિજયનુ વરદાન મળે છે. આ જ કારણ છે કે સામાન્ય માણસથી લઈને ભારતીય સેના સુધી ખાસ કરીને દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામા આવે છે. આદ્યશક્તિના આરાધનાના નવ નોરતા પૂર્ણ થયા બાદ આજે દશેરાના દિવસે પ્રભુ શ્રી રામે રાવણનો સંહાર કર્યો હતો જેથી આજના દિવસ સમગ્ર દેશમાં દશેરા તરીકે ઉજવવામાં આવે છે.

આજના દિવસે ક્ષત્રિયો શસ્ત્ર પૂજન કરતા હોય છે ખેડૂતો પણ ખેતરમાં શુભ મુહર્તમાં હળ ચલાવતા હોય છે. ત્યારે આજે દશેરાના પવિત્ર તહેવાર નિમિતે પંચમહાલનાં પાવાગઢ પોલીસ મથકે પી.આઇ. તથા પી.એસ.આઈ આર.જે.જાડેજાનાં હસ્તે શસ્ત્ર પૂજન કરવામા આવ્યું હતું.

Advertisement

પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રો ગોઠવીને પાવાગઢ પોલીસ મથકે પંડિત બાલકૃષ્ણ શર્મા દ્વારા વિધિવત મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ મથકનો સ્ટાફ ઊપસ્થિત રહ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version