Kheda
બેન્ક માંથી કરોડોની લોન લઈ જમીન વેચી મારી જમીન ઉપર બાંધેલ શોપિંગ સેન્ટર શીલ
(રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા બેક ઓફ બરોડા દ્વારા નિશા પેટ્રોલિયમના ઓવનરની બિનખેતી જમીન ઉપર સને – ૨૦૧૧ના વર્ષે મોરગેજ લોન આપવામાં આવી હતી. જે બાદ નોટીસ મુજબ ૨,૧૨,૦૦૭૬૧.૧૬/- જેટલી રકમ બાકી પડતા મિલ્કત નો કબ્જો લેવા માટે તા :- ૨૦-૦૫-૨૦૨૩ના રોજ ના મામલતદાર ગળતેશ્વરના હુકમ મુજબ ૧૪ દિવસની સમયમર્યાદા આપ્યા બાદ સિલ કરવાની નોટિસ ફટકારી હતી. જે આજ રોજ તારીખ :- ૦૭-૦૭-૨૦૨૩ ના રોજ બેન્ક ઓફ બરોડા સેવાલીયાનો સ્ટાફ તથા ગળતેશ્વર મામલતદાર કચેરી સ્ટાફ તેમજ સેવાલીયા પોલીસ કર્મચારીઓની હાજરીમાં લગભગ ૮૯ દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરતા વિવાદ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ ખેડાના ગળતેશ્વર તાલુકાના અંગાડી મુકામે આવેલ બિનખેતીના રે.સર્વે નંબર ૬૩૭ ખાતા નંબર :- ૨૦૨ વાળી કુલ જમીન ક્ષેત્રફળ ૦૨-૫૨ -૯૩ પૈકીની ૧૩૬૪૧.૮૮ ચો.મી જમીન તા :- ૨૫-૧૧- ૨૦૨૦ના રોજ ખરીદનાર પ્રમોદકુમાર નારાયણ પ્રસાદ શર્માને વેચાણ દસ્તાવેજથી ૬૬ લાખ રૂપિયામાં આપવામાં આવી હતી. પરંતુ નિશા પેટ્રોલિયમના ઓવનર દ્વારા સને ૨૦૧૧ માં લીધેલ લોનની રકમ નિયમ મુજબ નહી ભરાતા મોરગેજ મિલકત સીલ કરવામાં આવી હતી. ત્યારે કરોડો રૂપિયાની લોન આપ્યા બાદ બેન્કે ૭/૧૨ માં બોજા નોંધ નહી પડાતા અનેક શંકાઓ ઉભી થઇ હતી.
ત્યારે સિલ કરવાની પ્રક્રિયા શરૂ કરાતા વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. અને મિલકતના માલિકો દ્વારા પોતે હાલમાં મામલતદાર કચેરીના રેવન્યુ રેકોર્ડ માં માલિક હોવાનો દાવો કરી ન્યાયની માંગણી કરી હતી. ત્યારે કોમલેક્સના માલિક દ્વારા લોન લેનાર ની નામની કોઈ બીજાની નોંધ નહીં હોવાનું પણ જણાવ્યું હતું. અને આ મિલકત તેઓએ વેચાણ દસ્તાવેજ થી ખરીદી હોવાનું અને જમીન ફેરફાર નોંધ દ્વારા તેઓના નામે ચઢી હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારબાદ અચાનક બેક ઓફ બરોડા દ્વારા બાકી લેહણું જણાવી બનેલ દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરાતા વિવાદ સર્જાયો હતો.
મોડી સાંજે ખરીદનારા ઓ સેવાલીયા પોલીસ મથકે ન્યાય ની ગુહાર લગાવી પહોંચ્યા તેવું પણ જાણવા મળ્યું હતું
- ગળતેશ્વરના અંગાડી મુકામે ભારત નગરની મિલકત બેન્ક ઓફ બરોડા સેવાલીયા દ્વારા સિલ કરાતા વિવાદ, અંધારામાં રાખી વેચાણ કરી દીધા હોવાનો આક્ષેપ
- કરોડો રૂપિયાની લોન આપ્યા બાદ બેન્કે ૭/૧૨ માં બોજા નોંધ નહી પડાતા અનેક શંકાઓ
- નિશા પેટ્રોલિયમના ઓવનર દ્વારા સને ૨૦૧૧ માં લીધેલ લોન નહી ભરાતા મોરગેજ મિલકત સીલ કરવામાં આવી