Panchmahal

પાવાગઢના ભૂદેવો દ્રારા સ્થાપિત કરેલું દુધેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિની ઉજવણી

Published

on

દિપક તિવારી દ્વારા”અવધ એક્સપ્રેસ”

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પવિત્ર દુધિયા તળાવના કિનારે આવેલ દૂધેશ્વર મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની ભારે ધાર્મિક વાતાવરણમાં હર્ષોલલ્લાસ સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી પાવાગઢના બ્રાહ્મણો દ્રારા આસરે 80 વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવેલ દુધિયા તળાવના કિનારે દુધેશ્વર મહાદેવ મંદિર જેમાં આજ રોજ મહાશિવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને મંદિર ખાતે પાવાગઢના યુવાનો દ્રારા અને શિવ ભક્તો દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન સાથે દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરી મહાદેવના ચરણોમાં શીશ નમાવી મહાદેવના આર્શીવાદ મેળવી મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી

Advertisement

જેમાં સુપ્રસિદ્ધ પાવાગઢ યાત્રાધામ ખાતે આજે વહેલી સવારથી ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન માટે આવેલા ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવાની સાથો સાથ માતાજીના સાનિધ્યમાં આવેલા દુધિયા તળાવ કિનારે દૂધેશ્વર મહાદેવ મંદિરે દેવોના દેવ મહાદેવ ના મંદિરે મહાશિવરાત્રી ને અનુલક્ષીને પૂજા અર્ચના કરી હતી સ્થાનિક ભક્તો દ્રારા દૂધેશ્વર મહાદેવ મંદિરને ભગવાન ભોલે નાથ ના શિવલિંગ પર અભિષેક કરી. મહાદેવની આરતી શિવ ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી જેમાં આજરોજ મહાશિવરાત્રીને અનુલક્ષીને દૂધેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવાથી ભક્તો નિ ભારે ભીડ જોવા મળી મોટી સંખ્યામાં દેવાહી દેવ મહાદેવ ના દર્શન ઉમંગ ઉલ્લાસપૂર્વક ભક્તિ ભર્યા વાતાવરણમાં રંગેચંગે શિવરાત્રીની ઉજવણી કરી હતી.

Advertisement

Trending

Exit mobile version