Connect with us

Gujarat

શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર – પંચમહાલનો તૃતીય વાર્ષિક પાટોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી..

Published

on

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર હરિભક્તો, ભાવિકો અને આસ્તિકો માટે આસ્થા અને શ્રદ્ધાનું અણમોલ કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના અધ્યક્ષ સ્થાને ધાંધલપુર ખાતે પંચમહાલનું પ્રથમ શિખરબંધ સંગેમરમરના મંદિરના તૃતીય વાર્ષિક પાટોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ હત

શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુરમાં દર્શન આપતાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના તૃતીય વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ષોડશોપચારથી પૂજન અર્ચન, અન્નકૂટ, આરતી, રાસોત્સવ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો વિગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમો યોજાઈ હતા.

Advertisement

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, પંચમહાલ જિલ્લાના મહંતશ્રી યોગપ્રિયદાસજી સ્વામી,  શ્રી ધર્મતનયદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હજજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં પાટોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવનકારી અવસરે પુજનીય સંતોએ સંતવાણીમાં જણાવ્યું હતું કે, અંધશ્રદ્ધાથી દૂર રહી, વ્યસનોને અને ફેશનોને તિલાંજલિ આપવી. વ્યસનો અને ફેશનો રહિતનો માનવી અધોગતિના પંથે જતો નથી. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ માટે મંદિરથી બીજું કોઈ સારું અને સુંદર સ્થળ જ નથી. મનુષ્ય જન્મમાં કરવા જેવું કામ તો એક ભગવાનનું ભજન જ છે. ભગવાનના ભજનથી મંદિર ગાજવા જોઈએ. કારણ કે મંદિરનું વાતાવરણ જ મનને લોભાવનારું હોય છે. આ એજ સ્થળ છે જ્યાં આપણા મનને શાંતિ મળતી હોય છે. જીવનમાં અંતરશાંતિ તો ભગવાનના કથા- કીર્તન, ભજન ભકિતમાં જ છે તે માટે જ મંદિરનું નિર્માણ કર્યું છે. આ દિવ્ય પાવનકારી અણમોલ અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ટેલિફોનથી આશીર્વાદ પાઠવ્યા હતા.  જેનો લ્હાવો દેશ-વિદેશના હજારો હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!