Vadodara
શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલ, ડેસર માં ‘કારકિર્દી માર્ગદર્શન’ સેમિનાર યોજાયો…
મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, મોડેલ કેરિઅર સેન્ટર, વડોદરા અને શાળાના કેરિયર કોર્નર દ્વારા આજ રોજ કેરિયર ગાઇડન્સ સેમિનાર યોજવામાં આવ્યો હતો.
રોજગાર અધિકારી અલ્પેશભાઈ એલ. ચૌહાણ, ઈમ્પેક્ષ બી કાઉન્સિલર જિજ્ઞેશભાઈ વાઘેલા તથા ઓવર્સિસ કાઉન્સિલર નિશાંતભાઈ જોશી અને વોકેશનલ ટીચર જયેશભાઈ પરમાર દ્વારા શાળાના ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓને લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના, વિદેશ ગમન માટે સેફ લીગલ માઇગ્રેશન, વોકેશનલ ગાઇડન્સ અને કેરિયર કોર્નર યોજના, સરકારની અનુબંધમ રોજગારલક્ષી પોર્ટલ જેવી માહિતી અને માર્ગદર્શન આ સેમિનારમાં આપવામાં આવ્યું હતું.
સાથે સાથે શાળાના કરિયર કોર્નર શિક્ષક કૃણાલભાઈ પટેલે પણ રોજગાર અને કારકિર્દી લગતી કેટલીક માહિતી આપી હતી.
અંતે શાળાના આચાર્ય શૈલેશ એમ. માછીએ જિલ્લાના છેવાડા ગામની શાળામાં આવી શાળાના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવા બદલ રોજગાર કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો.