Vadodara
શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલ, ડેસરમાં ‘ગુરુ પૂર્ણિમા’ ની ઉજવણી કરવામાં આવી…

આજ રોજ શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલ, ડેસરમાં શાળાના આચાર્ય, શિક્ષક ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ખાસ પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા ‘ગુરુ પૂર્ણિમા’ ની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી. શાળાના શિષ્યોએ ગુરુઓને કુમકુમ તિલક કરી, પુષ્પ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. જ્યારે પ્રાથમિક વિભાગના બાળકોએ શ્લોક, ભજન અને વક્તવ્ય દ્વારા ગુરુ નો મહિમા ગાયો હતો.
ત્યારબાદ શાળાના શિક્ષક દેવેન્દ્રસિંહ રાઠોડે ગુરુ પૂર્ણિમા વિષે વાત કરી હતી. સાથે સાથે શિક્ષક મહેશભાઈએ પણ ગુરુના મહત્વ વિશે પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું. અંતે શાળાના આચાર્ય શૈલેશભાઈ માછીએ પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી શા માટે? ગુરુનું માનવજીવનમાં સ્થાન વિશે વાત કરી હતી. સાથે સાથે ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી હતી. અને ઉજવણી કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય કિરણસિંહ પરમાર, શાળાના શિક્ષક સુનિલભાઈ પટેલ, જયેશભાઈ પ્રજાપતિ એ કર્યું હતું. આમ વિદ્યાર્થીઓ ગુરુના મહિમાને જાણે સમજે તેવા ઉમદા હેતુથી ‘ગુરુ પૂર્ણિમા’ની ઉજવણી કરવામાં આવી હતી.