Vadodara
શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલ, ડેસરમાં ‘રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ ની ઉજવણી કરવામાં આવી….
આજ રોજ શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલ, ડેસરમાં શાળાના આચાર્ય, શિક્ષક ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
સૌપ્રથમ સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષક દેવેન્દ્રસિંહ રાઠોડે ગ્રાહક એટલે શું?, ગ્રાહકના અધિકારો, ગ્રાહક જાગૃતિને લગતી રસપ્રદ વાતો કરી હતી. સાથે સાથે શિક્ષિકા હેતલબહેને ગ્રાહક અધિકાર સાથે સંકળાયેલા કાયદાઓ અને કોર્ટ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ બી.એડ. તાલીમાર્થી મોનીકબહેને પણ ગ્રાહક દિન નિમિત્તે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
અંતે શાળાના આચાર્ય શૈલેશભાઈ માછી પણ ગ્રાહકના હકો, ફરજો અને અધિકારોનો ઉલ્લેખ કરી વિશે રસપ્રદ વાતો કરી હતી. શિક્ષણ સંબધી કલમોનો ઉલ્લેખ કરીને ગ્રાહક જાગૃતિની જરૂરિયાત વિષે વાત કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક જયેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું.
આમ ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત અમારી શાળામાં ‘રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.