Vadodara
શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલ, ડેસરના વિદ્યાર્થીઓએ “અખિલ ભારતીય શિક્ષા સમાગમ – ૨૦૨૩” નું લાઈવ પ્રસારણ નિહાળ્યું…
આજ રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ને ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના સહયોગ થકી અખિલ ભારતીય શિક્ષા સમાગમ – ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે. તેનું ઉદઘાટન આજ રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવનાર હોય અને તેના રાષ્ટ્રીય મહત્વને ધ્યાનમાં રાખીને રાજ્યની શાળાઓમાં આજની રજાના દિવસે પણ શાળાઓ ચાલુ રાખીને આ કાર્યક્રમનું નવી દિલ્હી ખાતેથી જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
ડેસર હાઈસ્કૂલમાં શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મળીને કુલ – ૨૭૧ વ્યક્તિઓએ અખિલ ભારતીય શિક્ષા સમાગમ – ૨૦૨૩ ને લાઈવ નિહાળ્યો હતો.
અખિલ ભારતીય શિક્ષા સમાગમ – ૨૦૨૩ માં શાળા શિક્ષણના ૦૪ સેશન કુલ – ૧૯ વિષયલક્ષી સેશન ૨૯ અને ૩૦ જુલાઈ, ૨૦૨૩ દરમિયાન યોજાનાર છે.